Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાના વાયરસના કેસમાં ઉછાળો નોંધાયો, અમદાવાદના લોકોએ સતર્ક રહેવાની જરૂર

Social Share

અમદાવાદ:વિશ્વભરના દેશો કે જ્યાં કોરોનાવાયરસના નવા વેરિયન્ટના કારણે કેસ વધી રહ્યા છે, ત્યારે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં પણ કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં પણ ઓમિક્રોનની (omicron in Gujarat) દસ્તક થઈ ચુકી છે. સાથે સાથે ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં પણ હવે ધીમેધીમે વધારો થઈ રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરના કેસો અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 70 કેસો નોંધાયા હતા. જેમાં સૌથી વધારે 13 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા હતા. ત્યાર બાદ જામનગરમાં 10 કેસ નોંધાયા હતા. જ્યારે 28 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા હતા.

ગુજરાતમાં અત્યારે કોરોનાના એક્ટિવ કેસોની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે કુલ 459 કોરોનાના એક્ટિવ કેસો છે. જેમાંથી 8 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે જ્યારે 451 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 817389 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. જ્યારે કુલ 10095 દર્દીઓના મોત નીપજ્યા છે. ગુજરાતભરમાં બુધવારે સાંજના પાંચ વાગ્યાથી આજે ગુરુવારે સાંજના ચાર વાગ્યા સુધીમાં ગુજરાતમાં કુલ 375888 કોરોના રસીના ડોઝ આપવમાં આવ્યા છે ત્યારે અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 84238168 કોરોના રસીના ડોઝ આપવમાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 70 કેસ નોંધાયા હતા. જ્યારે 28 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આમ ગુજરાતમાં રિકવરી રેટ 98.73 ટકા થયો હતો.