Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવતઃ એક જ દિવસમાં 55 હજાર કેસ નોંધાયા

Social Share

મુંબઇ: મહારાષ્ટ્રમાં વીતેલા દિવસને મંગળવારનાં રોજ કોરોનાના નવા ૫૫ હજાર 649 કેસ નોંધાયા છે, ત્યારબાદ કુલ કેસની સંખ્યા વધીને 31 લાખ 13 હજાર 354 થઈ ચૂક્યા છે. આ સાથે જ કોરોનાના કારણે વધુ 297 દર્દીઓ મૃત્યુ પામ્યા છે, આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે મૃત્યુઆંક ૫૬ હજાર 330 થઈ ચૂક્યો છે. હવે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 4 લાખ 72 હજારથી પણ વધુ જોવા મળે છે. વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી એક રજૂઆત મુજબ, અત્યાર સુધીમાં 25 લાખ 83 હજાર 331 દર્દીઓ સાજા થયા છે

આ સમગ્ર સ્થિતિ વચ્ચે મુંબઈ મહાનગર પાલિકાએ જણાવ્યું હતું કે મુંબઇની ખાનગી હોસ્પિટલોમાં શરદી,તાવ જેવા લક્ષણોવાળા ગંભીર દર્દીઓની ઝડપી એન્ટિજેન સ્ક્રીનીંગ કરી શકાય છે, પરંતુ લક્ષણો વગરની વ્યક્તિઓની તપાસ કરવામાં આવશે નહીં. આરએટી પરીક્ષણ દ્વારા પ્રારંભમાં કોરોના સંક્રમણની ખુબજ જલ્દી જાણ થાય છે.

બીએમસી દ્વારા ૫ એપ્રિલે જારી કરવામાં આવેલી નવી ગાઇડલાઈન મુજબ કોઈ પણ હોસ્પિટલ સ્થાનિક અધિકારીઓની પરવાનગી વિના ઝડપી એન્ટિજેન સ્ક્રીનીંગ શરૂ કરી શકશે નહીં. બીએમસીએ કહ્યું કે લક્ષણો વગરના દર્દીઓનું આર.એ.ટી. માટે પરીક્ષણ કરી શકાય નહીં.