Site icon Revoi.in

અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થામાં કોરોનાની એન્ટ્રીઃ 22 પોઝિટિવ કેસ મળ્યાં

Social Share

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના પોઝિટિવ કેસમાં તેજીથી વધારો થઈ રહ્યો છે. દરમિયાન અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થાન આઈઆઈએમમાં કોરોનાનો પગપેસારો થયો છે. એટલું જ 22 જેટલા પોઝિટિવ કેસ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. અમદાવાદ શહેરમાં પણ મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યાં હોવાથી મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વે અને ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ શહેરના વિવિધ વિસ્તારમાં કોરોના ટેસ્ટીંગ કેમ્પ શરૂ કરવામાં આવ્યાં છે.

અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થા આઈઆઈએમમાં પણ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. આઈઆઈએમમાં 22 જેટલા પોઝિટિવ કેસ આવ્યાં હોવાનું જાણવા મળે છે. હાલ કેમ્પસના લગભગ 80 જેટલા રૂમ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં છે. IIM ગેટ પાસે ટેમ્પરેચર ચેક કર્યા બાદ એન્ટ્રી અપાઈ રહી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચેક દિવસથી કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. તેમજ વિવિધ કોવિડ હોસ્પિટલમાં બેટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.