Site icon Revoi.in

IIT ગાંધીનગરમાં કોરોનાની એન્ટ્રીઃ 25 વિદ્યાર્થી થયા સંક્રમિત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. તેમજ હવે વિદ્યાર્થીઓ પણ કોરોનાની ઝપટે ચડી રહ્યાં છે. અમદાવાદ આઈઆઈએમમાં વિદ્યાર્થીઓ સંક્રમિત થયા બાદ હવે ગાંધીનગર આઈઆઈટીમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. આઈઆઈટીમાં લગભગ 25 વિદ્યાર્થી સંક્રિમિત થયા હોવાનું જાણવા મળે છે. આઈઆઈએમ બાદ આઈઆઈટીના કેટલાક વિદ્યાર્થીઓ સંક્રમિત થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર આઈઆઈએમમાં 25 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. જેથી કેમ્પસ સંચાલકો સહિત શિક્ષણ વિભાગના સન્નાટો છવાઈ ગયો છે. વિદ્યાર્થીઓ સંક્રમિત થતા કેમ્પસમાં આવન-જાવન પર નિયંત્રણ મુકવામાં આવ્યાં છે. તેમજ વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓને પણ ક્વોન્ટીન કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

ગુજરાતમાં કોરોનાના કેસ શોધી કાઢવા માટે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સઘન સર્વે અને ટેસ્ટીંગની કામગીરી તેજ બનાવવામાં આવી છે. આ ઉપરાંત હોળી અને ધૂળેટી સહિતના તહેવારો ઉપર પણ નિયંત્રણ લાદવામાં આવ્યાં છે. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ હોસ્પિટલમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.