Site icon Revoi.in

ક્રિકેટને કોરોનાનું ગ્રહણઃ ભારત-દક્ષિણ આફ્રિકાની પ્રથમ ટેસ્ટ મેચ દર્શકો વિના રમાશે

Social Share

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો સામનો કરી રહ્યાં છે. દરમિયાન આગામી તા. 26મી ડિસેમ્બરથી આફ્રિકામાં ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે 3 ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ખેલાડીઓને સુરક્ષાને પગલે તા. 26મી ડિસેમ્બરથી સેન્ચુરિયન સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.

ટીમ ઈન્ડિયા હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે, જ્યાં તે 26 ડિસેમ્બરથી ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમશે. પ્રથમ મેચ સેન્ચુરિયનમાં રમાશે, જેના માટે ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને હાલ ટીમ પ્રેક્ટિસમાં વ્યસ્ત છે. દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડએ કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના ખતરાને ધ્યાનમાં રાખીને તમામ સુરક્ષા વ્યવસ્થા કરી છે.

આ માટે આફ્રિકન બોર્ડ સતત BCCIના સંપર્કમાં છે. પરંતુ આ મેચ પહેલા ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. ઓમિક્રોનના કારણે દક્ષિણ આફ્રિકાના બોર્ડે પ્રથમ મેચ દર્શકો વિના આયોજિત કરવાનો નિર્ણય લીધો છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પ્રથમ ટેસ્ટ મેચની ટિકિટ ન વેચવાનો નિર્ણય લેવાયો છે.

આફ્રિકન સરકારે હાલમાં જ કોરોના માર્ગદર્શિકાને અનુસરીને 2000 લોકોને સ્ટેડિયમમાં જવાની મંજૂરી આપી હતી. પરંતુ હવે બોર્ડ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. જોકે, બાકીની ટેસ્ટ મેચોને લઈને હજુ સુધી આ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે.ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં રમાશે.

બીજી મેચ 3 જાન્યુઆરીથી જોહાનિસબર્ગમાં અને ત્રીજી અને છેલ્લી મેચ 11 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે. ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલી (કેપ્ટન), પ્રિયંક પંચાલ, કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ઋષભ પંત, રિદ્ધિમાન સાહા, આર. અશ્વિન, જયંત યાદવ, ઈશાંત મોહમ્મદ, શર્મા, શમી. ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજનો સમાવેશ કરાયો છે.

(Photo-BCCI)