Site icon Revoi.in

કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટના અંતમાં આવવાની શકયતા: ICMR

Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની શકયતાઓ જોવાઈ રહી છે. ઓગસ્ટના અંતમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શકયતા છે. જો કે, બીજી લહેરની સરખામણીમાં તેની અસર ઓછી હશે. તેવી શકયતાઓ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) ડિવીઝન ઓફ એપિડિમિયોલોબી એન્ડ કોમ્યુનિકેબલ ડિજીજેજના પ્રમુખ ડો. સમીર પાંડાએ વ્યક્ત કરી હતી.

તેમણે એક ન્યૂઝ ચેલન સમક્ષ જણાવ્યું હતું કે, ત્રીજી લહેર દેશવ્યાપી હશે પરંતુ તેનો અર્થ એવો નથી થતો કે બીજી લહેરની જેમ ભયાનક અને તેજીથી ફેલાતી હશે. ત્રીજી લહેર આવવાના ચાર કારણો છે. પહેલી અને બીજી લહેરમાં પ્રાપ્ત કરેલી ઈમ્યુનિટી ઓછી થવું છે. જો તે નીચે જાય છે તો ત્રીજી લહેર આવી શકે છે. બીજુ કારણ એવું છે કે, રોગપ્રતિકારક શક્તિ ઉપર નવો વેરિએન્ટ હાવી થઈ શકે છે. જો નવી વેરિએન્ટ રોગપ્રતિકારક શક્તિને પાર નથી કરી શકતી તો તેની પ્રકૃતિ તેજીથી ફેલાવવા વાળી હશે.

ચોથા કારણ અંગે કહ્યું હતું કે, અનેક રાજ્યોમાં નિયત્રણ હટાવી લેવામાં આવ્યાં છે. તે બાદ નવા પોઝિટિવ કેસ મોટી સંખ્યામાં બહાર આવી રહ્યાં છે. નવો વેરિએન્ટ ડેલ્ટા પ્લસ પણ હોઈ શકે છે. બંને વેરિએન્ટ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ દેશમાં ફેલાયેલો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે કેન્દ્રની મોદી સરકાર તથા વિવિધ રાજ્ય સરકારોએ આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.