Site icon Revoi.in

ભારતમાં કોરોનાવાયરસના કેસની રફ્તાર ઓછી થઈ,પણ ઓમિક્રોન વેરિયન્ટ વધારી રહ્યો છે ચિંતા

Social Share

દુનિયાના કેટલાક દેશોમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે સાથે ઓમિક્રોન તો ચિંતાનો વિષય બની રહ્યો છે. ખાસ કરીને ફ્રાન્સ અને બ્રિટનમાં કે જ્યાં મોટી સંખ્યામાં કેસ નોંધવામાં આવી રહ્યા છે. જાણકારી અનુસાર ભારતમાં આ બાબતે લોકોને શાંતિ છે કે ભારતમાં કોરોનાવાયરસના કેસ સતત ઘટી રહ્યા છે.

ભારતમાં કોરોનાવાયરસના કેસથી આમતો લોકોને રાહત છે પરંતુ જોવાનું એ છે કે કેટલાક સમયથી ભારતમાં ઓમિક્રોનના કેસ નોંધવામાં રહ્યા છે અને તે પણ દરેક રાજ્યમાં. હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ વધારે જોવા મળી રહ્યા છે ત્યારે લોકોએ હવે આ બાબતે પણ સતર્ક રહેવું જોઈએ. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, મુંબઈમાં સાત સહિત મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના નવા આઠ કેસ નોંધાયા છે. પ્રાથમિક માહિતી મુજબ કોઈપણ દર્દી આંતરરાષ્ટ્રીય પ્રવાસે ગયો હોવાનું જણાયું નથી.

જાણકારી અનુસાર ઓમિક્રોન વેરિયન્ટના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં મંગળવારે એક જ દિવસમાં ઓમિક્રોનના 18 નવા કેસ નોંધાતા, ઓમિક્રોનના કુલ કેસ 57 થયા છે. દિલ્હીમાં ઓમિક્રોનથી સંક્રમિક એક દર્દીને લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે, એલએનજેપી હોસ્પિટલમાં હાલ કોરોનાના 35 દર્દીઓ અને 3 શકમંદ દર્દીઓની સારવાર ચાલી રહી છે. જોકે, ઓમિક્રોનથી સંક્રમિત એક દર્દી સાજો થયો છે.