Site icon Revoi.in

જામનગરમાં બાકી મિલકતવેરાની વસુલાત માટે મનપાનું અભિયાન, 12 મિલકતને કરાઈ સીલ

Social Share

અમદાવાદઃ જામનગરમાં કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા બાકી મિલ્કતવેરા મામલે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નોટિસ આપવા છતા વેરો નહીં ભરનાર મિલકત ધારકની મિલકતને સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન મનપા દ્વારા 12 જેટલી મિલકતોને સીલ મારવામાં આવી હોવાનું જાણવા મળે છે.

જામનગરમાં અમુક મિલ્કતદારોને અનેક વખત નોટીસ આપવા છતા વેરો ભરવામાં ન ભરતા મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા જે મિલકતનો વેરો બાકી હોય તેને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દરમિયાન મહાનગરપાલિકા દ્વારા 12 જેટલી મિલ્કતો સીલ કરી દેવામાં આવ્યું હતું. જેથી મિલકત ધારકે પોતાની મિલ્કતોને લાગેલ સીલ ખોલાવવા પોતાના પરિચીતોને ફોન કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પર દબાણ કર્યું હતું તો કેટલાક મિલ્કતદારો દ્વારા પોતાની નૈતિક જવાબદારી સમજીને નોટીસ સમય પૂર્ણ થાય તે પહેલા પોતાની મિલ્કતનો વેરો ભરી દીધો હોવાનું જાણવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગરમાં તાજેતરમાં જ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ફરી એકવાર ભાજપનો ભવ્ય જીત થયો હતો. જામનગરમાં હાલ મેયર અને ડે.મેયર સહિતના હોદ્દેદારોને લઈને વિવિધ અટકળો વહેતી થઈ છે. આગામી દિવસોમાં ભાજપ દ્વારા હોદ્દેદારોની પસંદગી કરવામાં આવશે. બીજી તરફ કોર્પોરેશન દ્વારા ચૂંટણી પૂર્ણ થયા બાદ બાકી મિલકતવેરાની વસુલાત માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.