Site icon Revoi.in

ચીનની કોરોના વેક્સિન ઉપર પાકિસ્તાન સહિતના દેશોને નથી વિશ્વાસ

Social Share

દિલ્હીઃ ચીનના વુહાનમાંથી ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાના મોટાભાગના દેશોમાં ભરડો લીધો છે. કોરોના વાયરસના કારણે દુનિયાના અનેક દેશોનો ચીન ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. જેથી સમગ્ર દુનિયામાં ચીનને પોતાની કોવિડ-19 વેક્સીન ખરીદનાર શોધવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં ચીનનું વિશ્વાસુ એવું પાકિસ્તાન પોતોના દેશમાં ચીની કોરોના રસીની ટ્રાયલ કરાવી રહ્યું છે પરંતુ રસી ઉપર પાકિસ્તાનને પણ ભરસો નથી. ચીન પાકિસ્તાનને કરોડની આર્થિક મદદ કરી રહ્યું હોવા છતા કોરોના રસીના મુદ્દે પાકિસ્તાનને ચીન ઉપર વિશ્વાસ નથી.

ચીનની કોરોના રસીને લઈને પાકિસ્તાન, ઈન્ડોનેશિયા, બ્રાઝીલ સહિતના વિકાસશીલ દેશોમાં પ્રજા વચ્ચે સર્વે કરવામાં આવ્યો હતો. તેમજ અધિકારીઓનો મતંવ્ય જાણવામાં આવ્યો હતો. જેમાં ખુસાલો થયો છે કે, જે પહેલા ચીન ઉપર ભરોસો કરતા હતા તેમણે ચીન કોરોના વેક્સિનને લઈને વિશ્વાસમાં લેવામાં અસફળ રહ્યું છે. પાકિસ્તાનના કરાંચીમાં ફરમાન અલી નામની વ્યક્તિએ પણ ચીનની રસી ઉપર ભરોસો નહીં હોવાનું જણાવીને રસી લેવાનો ઈન્કાર કર્યો હતો. આ અવિશ્વાસ અને અનેક ગરીબ દેશો ચીન ઉપર નિર્ભર હોવાથી દુનિયાની સામે એક રાજકીય સંકટ ઉભુ થવાની શકયતા છે. જે દેશોને પશ્ચિમી દેશોમાંથી કોરોનાની રસી નથી મળી રહે તે દેશને સાઘવાથી ચીનને મોટો રાજકીય ફાયદો થવાની શકયતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચીનમાંથી ફેલાયેલા કોરોનાએ દુનિયાના મોટાભાગના દેશોમાં ભરડો લીધો છે. તેમજ કોરોના વાયરસ માટે અમેરિકા સહિતના દુનિયાના અનેક દેશો ચીનને જવાબદાર માને છે. એટલું જ નહીં અમેરિકાએ કોરોના મુદ્દે ડબલ્યુએચઓની કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી.