Site icon Revoi.in

સુરત સાયબર ક્રાઈમના ચાર જવાનો સામે ઉત્તરપ્રદેશમાં નોંધાયો ગુનો

Social Share

અમદાવાદઃ સાઈબર ક્રાઈમના ગુનાની તપાસમાં ઉત્તરપ્રદેશ ગયેલી સુરત સાયબર ક્રાઈમની ટીમે ગાઝીયાબાદથી એક આરોપીની અટકાયત કરી હતી. જો કે, સ્થાનિક કોર્ટમાં ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ નહીં મેળવ્યાં હોવાથી તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. ઉત્તરપ્રદેશની વિજયનગર પોલીસે સ્થાનિક અદાલતના આદેશ અનુસાર સુરત સાયબર ક્રાઈમના અધિકારીઓ સામે ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળે છે. પોલીસની અટકાયત બાદ આરોપીની પત્નીએ કોર્ટમાં અરજી કરીને ફરિયાદ દાખલ કરવા અપીલ કરી હતી.

સુરત સાયબર ક્રાઇમના આરોપી દેવેન્દ્ર ગુપ્તનાએ ટ્રાન્ઝિસ્ટ રિમાંડ વિના જ ઉત્તર પ્રદેશથી સુરત લાવવા બદલ ઉત્તર પ્રદેશની પોલીસે સુરત સાયબર ક્રાઇમના 4 જવાનો સામે અપહરણની ફરિયાદ નોંધી હતી. વીમાના નામે લોકો સાથે ઠગાઈ કરનારા ગઠિયાને સુરત સાાયબર ક્રાઇમ ગાઝિયાબાદથી લઈ આવી હતી. આ ઘટનામાં આરોપીની પત્નીએ ફરિયાદ કરતા ઉત્તર પ્રદેશ કોર્ટે ગુનો દાખલ કરવા આદેશ કર્યો હતો. આથી કોર્ટના આદેશ પ્રમાણે વિજય નગર પોલીસે સુરત સાયબર ક્રાઇમના એએસઆઈ પૃથ્વીરાજ બધેલ, યુએમ મહારાજ સિંહ, હે.કો.ઈન્દ્રજીતસિંહ અને પો.કો. કૌશિક સામે આઈપીસી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.