Site icon Revoi.in

ઉનાળામાં વરદાન સમાન છે કાકડી, જાણો કાકડી ખાવાની 5 બેસ્ટ રીતો

Five best vitamins for beautiful skin. Products with vitamins A, B, C, E, K - broccoli, sweet potatoes, orange, avocado, spinach, peppers, olive oil, dairy, beets, cucumber, beens. Flat lay, top view

Social Share

ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક આપવા અને હાઇડ્રેટ રાખવા માટે કાકડી એક ઉત્તમ સુપરફૂડ છે. બ્રેકફાસ્ટ હોય કે લંચ, કાકડીને ગમે ત્યારે આહારમાં સામેલ કરી શકાય છે. લો-કેલરી હોવાને કારણે તે વજન ઘટાડવામાં તો મદદરૂપ છે જ, પરંતુ તેમાં રહેલા કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો હાડકાં, પાચન અને ત્વચા માટે પણ અત્યંત ગુણકારી છે. કાકડીમાં વિટામિન-સી, વિટામિન-કે, ફોલેટ અને ફ્લોરાઈડ જેવા મહત્વના તત્વો હોય છે. તે શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખવાની સાથે બ્લડ શુગર મેનેજમેન્ટ અને ત્વચાની ચમક વધારવામાં મદદ કરે છે. જો તમે તેને નીચે મુજબના કોમ્બિનેશન સાથે લેશો તો તેની ન્યુટ્રીશનલ વેલ્યુ અનેકગણી વધી જશે.

ગરમીમાં કાકડી અને દહીંનું કોમ્બિનેશન સૌથી વધુ લોકપ્રિય છે. તમે કાકડીને છીણીને તેનું રાયતું બનાવી શકો છો. આ ઉપરાંત, કાકડીના લચ્છા બનાવી તેમાં હંગ કર્ડ (પાણી કાઢેલું દહીં), સંચળ અને મરી પાવડર ઉમેરીને એક રિફ્રેશિંગ સલાડ તૈયાર કરી શકાય છે.

જો તમે સવારના નાસ્તામાં ફણગાવેલા કઠોળ લો છો, તો તેમાં ઝીણી સમારેલી કાકડી ઉમેરો. તેમાં ટામેટાં, લીલા મરચાં, લીંબુનો રસ અને મરી પાવડર નાખવાથી નાસ્તો ટેસ્ટી અને વધુ પૌષ્ટિક બનશે.

કાકડી અને લીંબુનો રસ બોડીને ડિટોક્સ કરવા માટે બેસ્ટ છે. કાકડીને બ્લેન્ડરમાં પીસીને તેમાં લીંબુનો રસ, પાણી અને સંચળ ઉમેરીને રિફ્રેશિંગ ડ્રિંક બનાવી શકાય છે. તમે આ બંને વસ્તુઓને આખી રાત પાણીમાં નાખીને ‘ડિટોક્સ વોટર’ તરીકે પણ ઉપયોગ કરી શકો છો.

ઉનાળામાં છાશ અને કાકડીનું મિશ્રણ એનર્જી બૂસ્ટરનું કામ કરે છે. છાશમાંથી વિટામિન ડી અને બી-12 મળે છે, જ્યારે કાકડી વિટામિન-સી અને કે આપે છે. કાકડીને છાશમાં નાખી તેમાં શેકેલું જીરું, ફુદીનો અને સંચળ નાખીને બ્લેન્ડ કરી લો. આ ડ્રિંક પાચન માટે પણ શ્રેષ્ઠ છે.

ઠંડક આપવા માટે ફુદીનો અને કાકડી શ્રેષ્ઠ જોડી છે. તમે આ બંનેનું શરબત બનાવી શકો છો અથવા સલાડમાં ફુદીનાના પાન અને ઓલિવ ઓઈલ ઉમેરીને ખાઈ શકો છો. વધુ પ્રોટીન માટે તેમાં પનીરના ટુકડા અથવા બાફેલા ચણા પણ ઉમેરી શકાય છે.

Exit mobile version