Site icon Revoi.in

વાવાઝોડાનું સંકટઃ વિશાળ જહાજો ગલ્ફ ઓફ કચ્છમાં રોકાયાં, કંડલા બંદર ઉપર કાર્ગો હેન્ડલિંગ બંધ કરાયું

Social Share

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠા ઉપર ટકરાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. વાવાઝોડાનો સૌથી વધારે ખતરો જામનગર, દ્વારકા અને કચ્છના દરિયાકાંઠા વિસ્તાર ઉપર તોડાઈ રહ્યો છે. બીજી તરફ દરિયામાં હાલ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. તેમજ બંદરો ઉપર ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યાં છે. દરમિયાન વિળાશ જહાજોને ગલ્ફ ઓફ કચ્છમાં જ અટકાવી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. સરકાર દ્વારા કચ્છના વહીવટી તંત્રને સાબદુ કર્યું છે. આ ઉપરાંત કચ્છમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ચાર ટીનો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર વાવાઝોડાના સંકટને પગલે કચ્છના તમામ બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાડાયું છે અને જરૂર પડ્યે કાચા મકાનોમાં રહેતા લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાની વ્યવસ્થા પણ કરાઇ છે. બીજી તરફ કચ્છ જિલ્લામાં 13 થી 15 જૂન તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ – કોલેજોને વિદ્યાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત NDRFની 2 ટીમ કચ્છ પહોંચી હતી. દરમિયાન 1 ટીમ માંડવી અને 1 ટીમ અબડાસામાં તહેનાત કરાશે. કચ્છમાં SDRFની 2 ટીમ તહેનાત રહેશે. મરીન પોલીસ સહિત અલગ-અલગ ટીમો દરિયાઇ વિસ્તારમાં સતર્ક છે. દરમિયાન સાવચેતીના ભાગ રુપે કચ્છના કંડલા બંદર પર કાર્ગો હેન્ડલિંગ બંધ કરાયું છે. આ ઉપરાંત તમામ એક્ટિવિટી હાલ બંધ કરી દેવામાં આવી છે. કચ્છમાં બિપોરજોય વાવાઝોડાને લઈને માંડવી, અબડાસાના 19-19 ગામોને એલર્ટ કરાયા છે વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઈને શેલ્ટર હોમ તૈયાર કરાયા છે તો તાલુકા મથકો પર વહીવટી તંત્ર દ્વારા સમીક્ષા બેઠક પણ યોજાઈ છે.