Site icon Revoi.in

ભાવનગરથી દિલ્હી અને મુંબઈ વચ્ચે રોજ વિમાની સેવા 20મી ઓગસ્ટથી શરૂ થશે

Social Share

ભાવનગર: કેન્દ્રીય નાગરિક અને ઉડ્ડીયન મંત્રી બનેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાવનગરને વધુ વિમાન સેવાની ભેટ આપી છે, ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોના ખૂણે ખૂણે હવાઇ સેવાઓ જોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હવે ગુજરાતના ભાવનગરથી દિલ્હી દિલ્હી અને મુંબઇ માટે ઉડાન શરૂ કરવામાં આવશે. ગુજરાતના ભાવનગરથી દિલ્હી અને મુંબઇ માટે 20 ઓગસ્ટથી પહેલીવાર દરરોજ ઉડાનોનું સંચાલન શરૂ થશે.

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે, નવી દિલ્હીથી ભાવનગર વચ્ચે 20 ઓગસ્ટથી પહેલીવાર દરરોજ ઉડાનોનું સંચાલન શરૂ થશે. જે મુંબઇ-ભાવનગર વચ્ચે 20 ઓગસ્ટથી શરૂ થશે. તેમણે કહ્યું કે તેનાથી નિશ્વિતપણે ભાવનગરના નાગરિકો માટે દિલ્હી અને મુંબઇ વચ્ચે સરળતા યાત્રા સુનિશ્વિત થશે. જોકે તેમણે એ જણાવ્યું નથી કે આ માર્ગ પર કઇ વિમાન કંપની ઉડાનોનું સંચાલન કરશે.

તેમણે ઉમેર્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર દેશના ખૂણે ખૂણે હવાઇ સેવાઓ સાથે જોડવા માટે પ્રતિબદ્ધ છે. આ સાથે જ એક અન્ય ટ્વીટમાં સિંધિયાએ કહ્યું કે મધ્ય પ્રદેશના જબલપુરથી દરરોજ આઠ નવી ઉડાનો શરૂ થશે. આ નવી ઉડાનો મુંબઇ-જબલપુર-મુંબઇ, દિલ્હી-જબલપુર-દિલ્હી, ઇન્દોર-જબલપુર-જબલપુર-ઇન્દોર અને હૈદ્રાબાદ-જબલપુર-હૈદ્રાબાદ ની હશે.