Site icon Revoi.in

સુરત શહેરના નવા મેયર બન્યાં દક્ષેશ માવાણી, ડે.મેયર તરીકે નરેન્દ્ર પાટીલની પસંદગી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટની જેમ સુરત મહાનગર પાલિકામાં આજે હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી છે અને નવા મેયર તરીકેની જવાબદારી દક્ષેશ માવાણીને સોંપવામાં આવી છે. આ ઉપરાંત ડે.મેયર સહિતના હોદ્દેદારોની પણ પસંદગી કરવામાં આવી છે.

સુરત મ્યુનિસપલ કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે અને મેયર તથા ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની મુદત પૂર્ણ થતી હોવાથી ભાજપના દ્વારા હોદ્દેદારોની પસંદગીને લઈને કવાયત શરૂ કરવામાં આવી હતી. તેમજ કોર્પોરેટરો તથા પદાધિકારીઓની સેન્સ બાદ અંતે આજે હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી હતી. શહેરના મેયર તરીકે દક્ષેણ માવાણી, ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્ર પાટીલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલ અને પક્ષના નેતા તરીકે શશીબેન ત્રિપાઠીની પસંદરી કરવામાં આવી છે.

નવા મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, સુરત શહેરના પ્રાથમિક જે કામો છે તેને વેગ આપીશું, મહત્વના પ્રોજેક્ટો છે તેની જે પણ સમસ્યા છે. તેને ઝડપી ઉકેલ કરીને એને વેગ આપીશું. તાપી રીવર ફ્રન્ટ મારો મુખ્ય કામ રહેશે, અમદાવાદમાં જે હિસાબે રીવર ફ્રન્ટ બન્યો છે તે પ્રમાણે સુરતમાં પણ બને અને સુરતીઓનું જે સપનું છે તે પૂરું કરવા હું તનમન ધનથી કામ કરીશ

સ્થાયી સમિતિના સભ્યોના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલને બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત આ સમિતિમાં ઘનશ્યામ સવાણી, સુમન ઘડિયા, નરેશ ધામેલીયા, દીનાનાથ ચૌધરી, ડિમ્પલ કાપડિયા, ગીતા રબારી, આરતી વાઘેલા, નિરાલા રાજપુત, અલકા પાટીલ, જીતેન્દ્ર સોલંકી અને ભાવિશા પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 27 વર્ષથી ભાજપની જે વિકાસ યાત્રા ચાલી રહી છે તેને અમે આગળ ધપાવીશું, પહેલી પ્રાથમિકતા અમારી ડુમસ સી ફેઝ પ્રોજેક્ટ રહેશે, અને મેટ્રોના કારણે ટ્રાફિકની સમસ્યા ન રહે તે માટે પણ કામગીરી કરવામાં આવશે,