Site icon Revoi.in

STની વોલ્વો બસમાં મુસાફરી કરવી જોખમીઃ AC બસને કારણે કોરોનાનું સંક્રમણ વધવાની શકયતા

Social Share

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસો ચિંતાજનકરીતે વધી રહ્યા છે. પણ લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે એસટી નિગમે પરિવહન સેવા ચાલુ રાખી છે. મપસાફરોની અવરજવર ઘટી છે. એસટી બસ સ્ટેશન પર કોવિડ ગાઈડલાઈન પાલન થતું નથી. બસને સેનિટાઈઝ પણ કરવામાં આવતી નથી. જોકે, પ્રવાસીઓમાંથી ડ્રાઇવર કન્ડક્ટર કોરોનાનું સંકમણ લાગી રહ્યું છે. એસ ટી નિગમના કર્મચારી મહામંડળ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, એસી વોલ્વના 9 જેટલા ડ્રાઇવર કન્ડક્ટર કોરોના પોઝિટિવ આવ્યા છે. વોલ્વો બસ વાતાનુકૂલિત હોવાથી પ્રવાસીઓને પણ કોરોનાનું સંક્રમણ થવાની શક્યતા વધુ રહે છે.

એસટી નિગમના એસટી કર્મચારી મહામંડળના સૂત્રોએ જણાવ્યુ હતું કે, વોલ્વો બસ એસી હોવાના કારણે સંકમિત થવાનો ભય રહે છે અને ભય પણ સાચો સાબિત થયો છે. એસી વોલ્વઓના 9 ડ્રાઇવર કન્ડક્ટર કોરોના પોઝિટિવ આવ્યા છે. આ પરિસ્થિતિમાં એસી વોલ્વો ખતરનાક સાબિત થઇ શકે છે. તેમજ આવકની દ્રષ્ટિએ વોલ્વો કિલોમીટર દીઠ 25 રૂપિયાનું નુકસાન કરી રહી છે.

એસી વોલ્વો બસમાં પ્રવાસ કરવો પણ ખતરનાક છે અને પ્રવાસીઓ માટે પણ જોખમી છે. એસીના કારણે સંક્રમણ પણ વધી શકે છે ત્યારે એસી વોલ્વો ચલાવવી ન જોઈએ એસટી નિગમને કોરોનાની મહામારીમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.બીજી લહેરમાં પણ બસ સેવા ચાલુ છે પરંતુ પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. જેના કારણે પણ આવકમા 45 ટકાનો ઘટાડો થયો છે.ત્યારે એસટી નિગમની વોલ્વો બસ જે કોન્ટ્રાક્ટ પર ચાલે છે. પ્રત્યેક કિલોમીટરે 25 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. એટલે નિગમ પર નુકસાનનું ભારણ વધી રહ્યું છે.