Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર: હંદવાડા ખાતે કાટમાળમાંથી નીકળ્યો આતંકવાદી, ગોળીબારમાં ચાર સુરક્ષાકર્મીઓ શહીદ

Social Share

ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડાના લંગેટના બાબાગુંડ ગામમાં રાત્રિભર સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાઈ છે. જેમાં એક આતંકવાદી ઠાર થયો હતો અને એક આતંકવાદી કાટમાળમાં છૂપાયો હતો. સુરક્ષાદળોએ બંને આતંકવાદીઓને મૃત માની લીધા હતા. પરંતુ કેટલાક સમય બાદ કાટમાળમાંથી છૂપાયેલો આતંકવાદી બહાર નીકળ્યો હતો અને તેણે સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. જેમાં સીઆરપીએફના બે જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના બે જવાનો શહીદ થયા હતા.

આ પહેલા ગુરુવારે રાત્રે લગભગ નવ વાગ્યે સેનાની 22 આરઆર, 92 બટાલિયન સીઆરપીએફ અને એસઓજીની ટુકડીઓ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યુ હતું. તે વખતે સુરક્ષાદળો પર આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. અઘિકારીઓનું કહેવું છે કે ફાયરિંગ રાત્રિ એક વાગ્યે શરૂ થયું હતું. જ્યારે સુરક્ષાદળોની સંયુક્ત ટીમે તલાશી તીવ્ર બનાવી હતી. જ્યારે સુરક્ષાદળોની સંયુક્ત ટીમે તલાશી અભિયાન તીવ્ર બનાવ્યું અને તેની સાથે જ શંકાસ્પદ સ્થાન તરફથી ફાયરિંગ થયું હતું. ગોળીબાર દરમિયાન એક આતંકવાદી માર્યો ગયો હતો અને અન્ય એક આતંકવાદી મકાનના કાટમાળમાં છૂપાયા હતા.

આ પહેલા 27મી ફેબ્રુઆરીએ સુરક્ષાદળાઓએ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. પુલવામા હુમલા બાદથી કાશ્મીર ખીણમાં સુરક્ષાદળોનું આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચાલુ છે. 24 ફેબ્રુઆરીએ પણ કુલગામના તુરિગામ વિસ્તારમાં સર્જાયેલી અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના હતા. અથડામણમાં ત્યારે ડીએસપી અમિત ઠાકુર શહીદ થયા હતા.

પુલવામા આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ ઓપરેશન-60 શરૂ કર્યું છે. સુરક્ષાદળોનું માનવું છે કે કાશ્મીર ખીણમાં લગભગ 60 આતંકવાદીઓ સક્રિય છે. જેમાં લગભગ 35 પાકિસ્તાની આતંકવાદીઓ છે. પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ ગાઝી રાશિદના ઠાર થવાની સાથે શરૂ થયેલા સુરક્ષાદળોના અભિયાનમાં એક-એક કરીને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને ઠાર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. 14મી ફેબ્રુઆરીમાં પુલવામા જિલ્લામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી આદિલ અહમદ ડારે ફિદાઈન એટેક કર્યો હતો અને તેમા સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા હતા.