Site icon Revoi.in

કેરળમાં BJPના નેતાની હત્યાના કેસમાં PFI સાથે જોડાયેલા 15 આરોપીઓને ફાંસીની સજાનો આદેશ

Social Share

બેંગ્લોરઃ કેરળની એક અદાલતે અલપ્પુઝામાં બે વર્ષ પહેલા ભાજપાના એક નેતાની હત્યાના કેસમાં પ્રતિબંધિત ઈસ્લામિક કટ્ટરપંથી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) સાથે જોડાયેલા 15 આરોપીઓને ગુનેગાર ઠરાવીને મોતની સજા ફરમાવી છે. ભાજપાના ઓબીસી મોર્ચાના નેતાની હત્યા કેસમાં કોર્ટે એક સપ્તાહ પહેલા આરોપીઓને ગુનેગાર ઠરાવ્યાં હતા. આ કેસમાં મોલેવિક્કારાની એડિશનલ જિલ્લા કોર્ટને સજાનો આદેશ કર્યો હતો. જિલ્લા જજ વીજી.શ્રીદેવીએ આરોપીઓને સજાનો આદેશ કર્યો હતો.

કેસની હકીકત અનુસાર ગત 19મી ડિસેમ્બર 2021માં ભાજપાના ઓબીસી મોર્ચાના પ્રદેશ સચિવ રંજીતા શ્રીનિવાસન પર પીએફઆઈ અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા(એલડીપીઆઈ) સાથે જોડાયેલા કાર્યકરોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન તેમના ઘરમાં પરિવારજનોની સામે માર મારીને ભાજપા નેતાની ઘાતકી હત્યા કરી હતી. આ કેસની સુનાવણી કેસની સુનાવણી મોલેવિક્કારાની એડિશનલ જિલ્લા કોર્ટમાં ચાલ્યો હતો. પોલીસે આરોપીઓ સામે તપાસમાં મળેલા પુરાવાના આધારે ચાર્જશીટ દાખલ કરી હતી.

કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે આ કેસમાં ગુનેગારોને મહત્તમ સજાની માંગ કરી હતી અને કહ્યું હતું કે તમામ દોષિતો પ્રશિક્ષિત હત્યારા હતા. આ લોકોએ પીડિતને તેની માતા, પત્ની અને બાળકોની સામે જે ક્રૂર રીતે માર્યો હતો, આ એક ક્રુર અને દુર્લભ અપરાધોની શ્રેણીમાં આવે છે. કોર્ટની સુનાવણીના અંતે એક સપ્તાહ પહેલા તમામ આરોપીઓને તકસીરવાર ઠરાવ્યાં હતા. દરમિયાન આજે તમામ આરોપીઓને મોતની સજા ફરમાવી હતી. કોર્ટે આજે તમામ આરોપીઓને સજાનો આદેશ કરતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાયો હતો.