Site icon Revoi.in

ગાંધીનગર જિલ્લામાં કોરોનાને લીધે ઉનાળું પાકના વાવેતરમાં 1557 હેકટરનો ઘટાડો

Social Share

ગાંધીનગરઃ ગત વર્ષે સારો વરસાદ પડ્યો હતો તેના લીધે આ વખતે ઉનાળુ વાવેતરમાં વધારો થશે એવું લાગતુ હતું. જોકે કોરોનાને લીધે ગાંધીનગર જિલ્લામાં ઉનાળું પાકના વાવેતર ઉપર પણ અસર પડી છે. છેલ્લા 3 વર્ષની સરખાણીએ 1557 હેક્ટરમાં વાવેતર ઓછું થયુ છે. 3 વર્ષમાં સરેરાશ 24228 હેક્ટરના વાવેતરની સામે ચાલુ વર્ષે ઉનાળું પાકનું વાવેતર 22671 હેક્ટરમાં થયું છે. 3 વર્ષમાં સરેરાશ 24228 હેક્ટરમાં ઉનાળું પાકનું વાવેતર થતું હોય છે. જ્યારે ચાલુ વર્ષે 22671 હેક્ટરમાં જ વાવેતર કરાયું છે.

કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગામડાઓમાં વધી રહેલા કોરોનાના કેસને પગલે તેની સીધી અસર ખેતીવાડી સહિતના કાર્ય ઉપર પડી રહી છે. સામાન્ય રીતે ગાંધીનગર જિલ્લામાં ઉનાળુ પાકનું વાવેતર 24થી 25 હજાર હેક્ટર સુધી થતું હોય છે. 3 વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જિલ્લામાં ઉનાળું પાકના વાવેતરમાં 1557 હેક્ટરની ઓટ આવી છે. જિલ્લા ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ, 3 વર્ષમાં સરેરાશ 24228 હેક્ટરમાં ઉનાળું પાકનું વાવેતર થતું હોય છે. જ્યારે ચાલુ વર્ષે 22671 હેક્ટરમાં જ ઉનાળું પાકનું વાવેતર કરાયું છે.

જિલ્લામાં ઉનાળું પાકના વાવેતરમાં બાજરી 5392 હેક્ટરમાં, મગ 137 હેક્ટર, ડાંગર 115 હેક્ટરમાં, શાકભાજી 4442 હેક્ટરમાં, મગફળી 53 હેક્ટર, મકાઇ 25, ઘાસચારો 12441, અન્ય પાકો 119 હેક્ટરમાં વાવેતર કરાયું છે. 3 વર્ષમાં જિલ્લાના ચારેય તાલુકામાં સરેરાશ થયેલા વાવેતરમાં દહેગામમાં 7919 હેક્ટરની સામે ચાલુ વર્ષે 7863 હેક્ટરમાં વાવેતર થયું છે. તેજ રીતે ગાંધીનગરમાં 6047 હેક્ટરની સામે ચાલુ વર્ષે 4791, કલોલમાં 3518 હેક્ટરની સામે 3504 અને માણસામાં 6744 હેક્ટરની સામે ચાલુ વર્ષે 6513 હેક્ટરમાં વાવેતર ખેડુતોએ કર્યું હોવાનુ જાણવા મળે છે. જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં ઉનાળામાં સરેરાશ શાકભાજીનું વાવેતર 4414 હેક્ટરમાં થાય છે. જ્યારે તેની સરખામણીએ ચાલુ વર્ષે 4442 હેક્ટરમાં ખેડુતોએ શાકભાજીનું વાવેતર કર્યું છે. ઉપરાંત ઘાસચારાના 13692 હેક્ટરમાં વાવેતરની સામે ચાલુ વર્ષે 12441 હેક્ટરમાં વાવેતર કરાયું છે.