Site icon Revoi.in

ગૂગલ પરથી આ રીતે ડિલીટ કરો તમારી વ્યક્તિગત જાણકારી, ખુબજ આસાન પદ્ધતી

Social Share

ઘણા લોકો એવું ચાહે છે કે તેમના વિશે ગૂગલ પર સર્ચ કરીએ તો રિઝલ્ટ મળે, પણ ઘણા લોકો એવું નથી ઈચ્છતા. કેટલીક વખત સોશિયલ મીડિયા એકાઉન્ટ, ફોન નંબર, ઘરનું એડ્રેસ અને બેંક ડિટેલ પણ ઓનલાઈન પલબ્ધ થઈ જાય છે. સૌથી મોટી સમસ્યા તો ત્યારે થાય છે જ્યારે આ ડિટેલ ગૂગલ પર દેખાવા લાગે છે. આજના રિપોર્ટમાં જાણો કે ગૂગલ સર્ચ રિઝલ્ટથી પર્સનલ જાણકારી કઈ રીતે હટાવવી.

રિઝલ્ટ્સ અબાઉટ યૂ
ગૂગલે તાજેતરમાં યુઝર્સ માટે ‘રિઝલ્ટ્સ અબાઉટ યુ’ની સુવિધા શરૂ કરી છે. આ ફીચર્સ યુઝર્સની પર્સનલ જાણકારીને Google પરથી હટાવવા માટે બનાવવામાં આવી છે. આ ફીચરની મદદથી તમે તમારી પર્સનલ જાણકારી જાતે કાઢી શકો છો. આ માટે Google સપોર્ટ પેજ પર જઈ, પછી આ યૂઆરએલનો ઉલ્લેખ કરતુ ફોર્મ ભરો, જેનાથી તમે સર્ચ રિઝલ્ટથી હટાવવા માગો છો. આ ફોર્મમાં એકસાથે ઘણા URL પણ એડ કરી શકો છો. પછી, ગૂગલ આ પેજને વેરિફાઈ કરશે અને તમારા દ્વારા આપેલી જાણકારી સાચી હશે તો બંધ કરી દેવામાં આવશે.

પર્સનલ જાણકારીને હટાવવાનો બીજો રસ્તો એ છે કે તમે સીધા તે પેજ પર જઈ જાણકારી હટાવવાની રિક્વેસ્ટ કરી શકો છો. આ માટે તમારે URL ની બાજુમાં આવેલા ત્રણ બિંદુઓ પર ક્લિક કરી અને પછી About this results પેજ પર જાઓ. અહીંથી રિમૂવ રિઝલ્ટ ઓપ્શન પર ક્લિક કરો. પછી પેજને હટાવવાની પ્રક્રિયા ચાલૂ થશે.