Site icon Revoi.in

 ભારતીય ચલણ પર દેવતાઓના ફોટા લગાવવાની વાતને લઈને દિલ્હીના સીએમ કેજરીવાલે પીએમ મોદીને લખ્યો પત્ર

Social Share

દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય કરેન્સી પર દેવી દેવતાઓના ફોચટોને લઈને વિવાદ વકરી રહ્યો છે ત્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પોતે આ વિષય પર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે

પ્રાપ્ત વિગત પ્રમાણે સીએમ અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને નોટો પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશના ફોચોઝ લગાવવાની માંગણી કરી છે.

વાત જાણે એમ છે કે  કેજરીવાલે ગઈ કાલે વડાપ્રધાનને ફોટોવાળી નવી ચલણી નોટો જારી કરવા વિનંતી કરી હતી અને આજે તેમણે પીએમ નરેન્દ્ર મોદીને ઔપચારિક રીતે પત્ર લખ્યો છે. 

આ સાથે જ સીએમ જરીવાલે કરેલા એક ટ્વિટમાં આ પત્ર લખવા અંગે વિશે માહિતી આપી છે અને તેમણે લખ્યું કે, મેં વડાપ્રધાનને પત્ર લખીને 130 કરોડ ભારતીયો વતી ભારતીય ચલણ પર મહાત્મા ગાંધીજી અને લક્ષ્મી ગણેશજીની ફોટો લગાવવાની વિનંતી કરી છે.

આટલું જ નહી કેજરીવાલે એમ પણ લખ્યું છે કે ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાં જનતાની માંગને સારું સમર્થન મળ્યું. તેમણે કહ્યું, “લોકો આને લઈને ખૂબ જ ઉત્સાહિત  જોવા ણળ્યા છે, દરેક ઈચ્છે છે કે બને તેટલા વહેલી તકે લાગુ કરવામાં આવે.”ઉલ્લેખનીય છે કે ગુરુવારે, આમ આદમી પાર્ટીના વડાએ કહ્યું હતું કે લક્ષ્મી સમૃદ્ધિની દેવી છે અને ભગવાન ગણેશ અવરોધો દૂર કરે છે. હું એમ નથી કહેતો કે બધી નોટો બદલવી જોઈએ. પરંતુ દર મહિને જારી કરવામાં આવતી તમામ નવી નોટોમાં તેમનો ફોટો તો હોવો જ જોઈએ.