Site icon Revoi.in

Delhi Excise Policy Case: સીએમ કેજરીવાલને હાઈકોર્ટમાંથી આંચકો, રિમાન્ડને પડકારતી અરજી પર સુનાવણી ટળી

Social Share

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે ઈડી દ્વારા એરેસ્ટ કરાયેલા અને દિલ્હી ઉત્પાદ શુલ્ક નીતિ મામલામાં તેમને ઈડીની કસ્ટડીમાં મોકલવાના ટ્રાયલ કોર્ટના આદેશ વિરુદ્ધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી ટાળી દીધી છે.

ઈડીનો દાવો હતો કે કેજરીવાલ દિલ્હી ઉત્પાદ શુલ્ક નીતિ ગોટાળા મામલામાં મુખ્ય ષડયંત્રકારી હતા. મામલામાં ઈડીની મની લોન્ડ્રિંગ તપાસ સીબીઆઈ દ્વારા 17 ઓગસ્ટ, 2022ના રોજ 2021-22 માટે દિલ્હી ઉત્પાદ શુલ્ક નીતિમાં કથિત અનિયમિતતાઓના સંદર્ભે નોંધાયેલા એક મામલાથી શરૂ થઈ છે.

સીબીઆઈએ મામલો 20 જુલાઈ, 2022ના રોજ ઉપરાજ્યપાલ વી. કે. સક્સેના દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર નોંધ્યો હતો. આરોપ લગાવાયો છે કે નીતિ નિર્માણના તબક્કામાં ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને અન્ય અજાણ્યા તથા અનામ વ્યક્તિઓ અથવા સંસ્થાઓ સહીત આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા એક ગુનાહિત ષડયંત્ર રચવામાં આવ્યું હતું.

આ આરોપ લગાવાયો છે કે સાજિશ હેઠળ નીતિમાં જાણીજોઈને છોડવામાં આવેલી અથવા બનાવવામાં આવેલી ખામીઓ સામેલ હતી. આ ખામીઓ કથિતપણે ટેન્ડર પ્રક્રિયા બાદ કેટલાક શરાબ પરવાનાધારકો અને ષડયંત્રકારીઓને પાયદો પહોંચાડવા માટે હતી. આ મામલામાં સિસોદિયા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ પહેલા જ જેલમાં છે. 15 માર્ચ, 2024ના રોજ ઈડીએ મામલામાં ભારત રાષ્ટ્ર સમિતિના ધારાસભ્ય અને તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખરરાવના પુત્રી કે.કવિતાને પણ એરેસ્ટ કર્યા હતા.