1. Home
  2. Tag "aam adami party"

મનીષ સિસોદિયાને આજે પણ મળી નહીં રાહત, કોર્ટે 18 એપ્રિલ સુધી વધારી જ્યુડિશયલ કસ્ટડી

નવી દિલ્હી: દિલ્હી દારૂ નીતિ ગોટાળા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં એરેસ્ટ કરાયેલા દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને આજે પણ કોઈ રાહત મળી શકી નથી. રાઉજ એવેન્યૂ કોર્ટે મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ  કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવી દીધી છે. સ્પેશયલ જજ કાવેરી બાવેજાએ પહેલા આપવામાં આવેલી જ્યુડિશિયલ કસ્ટડીની અવધિના સમાપ્ત […]

કેજરીવાલ સરકારને મોટી રાહત, 3 દિવસમાં બીજીવાર સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા ગુડ ન્યૂઝ

નવી દિલ્હી: દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ફરી એકવાર ગુડ ન્યૂઝ મળ્યા છે. સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય સચિવ (નાણાં)થી જળાપૂર્તિ સંબંધિત એકમને ચુકવણી માટે જરૂરી ધનરાશિ જાહેર કરવાનું જણાવ્યું છે. સૌથી મોટી અદાલતે દિલ્હી જળ બોર્ડને નોટિસ પણ જાહેર કરી છે. આ મામલાની આગામી સુનાવણી હવે 10 એપ્રિલે થશે. કેજરીવાલ સરકારે આ કહેતા સુપ્રીમ […]

જેલમાંથી બહાર આવશે AAP સાંસદ સંજય સિંહ, સુપ્રીમ કોર્ટે જામીન પર મુક્ત કરવા કર્યો આદેશ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને દારૂ ગોટાળાના આરોપી સંજય સિંહ હવે જેલમાંથી બહાર આવી શકે છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે દારૂ ગોટાળા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં તેમને જામીન આપવામાં આવે. જણાવવામાં આવે છે કે મામલાની સુનાવણી દરમિયાન ઈડીએ કહ્યું છે કે સંજય સિંહને જામીન આપવાથી તપાસ એજન્સીને કોઈ વાંધો […]

કેજરીવાલના મંત્રી કૈલાશ ગહલોત 5 કલાક બાદ ઈડી ઓફિસથી નીકળ્યા, શરાબ ગોટાળામાં થઈ પૂછપરછ

નવી દિલ્હી: દિલ્હી રાજ્યની સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીની દારૂ ગોટાળાને લઈને મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. શનિવારે ઈડીએ દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગહલોતને પૂછપરછ માટે સમન મોકલ્યું હતું. એજન્સીએ તેમને શનિવારે રજૂ થવાના નિર્દેશ આપ્યા હતા. ઈડીના સમન બાદ કૈલાશ ગહલોત ઈડી ઓફિસ પહોંચ્યા હતા.  ત્યાં તેમની પાંચ કલાક જેટલી લાંબી પૂછપરછ […]

ઈડીએ કેજરીવાલના વધુ એક મંત્રી કૈલાશ ગહલોતને મોકલ્યું સમન, પૂછપરછ માટે મોકલ્યું તેડું

નવી દિલ્હી: દિલ્હી દારૂ ગોટાળાના મામલામાં ઈડીની કાર્યવાહી સતત ચાલુ છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ હવે ઈડીએ તેમના વધુ એક મંત્રી કૈલાશ ગહલોતને પણ સમન કર્યા છે. જણાવવામાં આવે છે કે ઈડીએ કૈલાશ ગહલોતને આજે જ પૂછપરછ માટે બોલાવ્યા છે. નજફગઢથી આમ આદમી પાર્ટીન ધારાસભ્ય કૈલાશ ગહલોત […]

કેજરીવાલની પત્ની સુનીતાનો ફોન પણ જપ્ત, કાઢવામાં આવ્યો ડેટા: ઈડીએ કોર્ટને શું જણાવ્યું?

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉજ એવન્યૂ કોર્ટે ફરી એકવાર ઈડી રિમાન્ડ પર મોકલ્યા છે. કેજરીવાલને હવે પહેલી એપ્રિલ સુધી ઈડી કાર્યાલયમાં તપાસ એજન્સીના સવાલોનો સામનો કરવો પડશે. ગુરુવારે કોર્ટમાં રિમાન્ડ અરજી પર સુનાવણી દરમિયાન ઘણી મહત્વની વાત વાતો બંને પક્ષો તરફથી મૂકવામાં આવી. ઈડી તરફથી કોર્ટની સામે રજૂ કરવામાં આવેલા તથ્યોમાં એ પણ […]

ભારતે ચોપડાવ્યું તો કેજરીવાલ પર જર્મનીએ પલટી મારી, હવે બોલ્યું- આ આંતરીક મામલો છે

નવી દિલ્હી: ઈડી દ્વારા હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હીના કથિત દારૂ ગોટાળામાં સંડોવણીના આરોપ હેઠળ એરેસ્ટ કરાયા હતા. તેના પછી કેટલાક દેશોએ આ મામલામાં ટીપ્પણી કરી હતી. જર્મનીએ પણ પોતાનો અભિપ્રાય દુનિયાની સમક્ષ રજૂ કર્યો હતો. વિદેશ મંત્રાલયે જર્મન દૂતને બોલાવીને ઠપકો આપ્યો હતો. તેના પછી જર્મનીએ આને ભારતનો આંતરીક મામલો ગણાવીને પલટી મારી […]

કેજરીવાલને આપવું પડશે રાજીનામું અથવા લાગશે રાષ્ટ્રપતિ શાસન: દિલ્હીમાં શું થશે, તેના છે 4 રસ્તા

નવી દિલ્હી : કથિત દારૂ ગોટાળામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ બાદ રાજધાનીની પ્રદેશ સરકારને લઈને સસ્પેન્સ અને સવાલ વધી ગયા છે. કેજરીવાલ એવા પહેલા મુખ્યમંત્રી છે, જેમને પદ પર રહેતા એરેસ્ટ કરવામાં આવ્યા છે અથવા પછી એમ કહો કે તે આના પહેલા સીએમ છે, જેમને પોતાની ધરપકડ પહેલા પદ પરથી રાજીનામું આપ્યું […]

AAPને પંજાબમાં ભાજપે આપ્યો ડબલ આંચકો, સાંસદ સુશીલ કુમાર રિંકૂ અને એક ધારાસભ્યે કર્યા કેસરિયાં

ચંદીગઢ: ભાજપે પંજાબમાં આમ આદમી પાર્ટીને આકરો ઝાટકો આપ્યો છે. આમ આદમી પાર્ટીના જાલંધરના સાંસદ સુશીલ રિંકૂ ભાજપમાં સામેલ થયા છે. તેમના સિવાય એક ધારાસભ્ય શીતલ અંગુરાલ પણ ભાજપમાં જોડાયા છે. આ બંને નેતાઓએ દિલ્હી ખાતે ભાજપના મુખ્યમથકમાં પાર્ટીની સદસ્યતા લીધી છે. બંનેને ભાજપના મહાસચિવ વિનોદ તાવડે અને પંજાબના પાર્ટી અધ્યક્ષ સુનીલ જાખડે પાર્ટીની સદસ્યતા […]

ઈડીની કસ્ટડીમાં રહેલા દિલ્હીના સીએમ કેજરીવાલની તબિયત લથડી, સુગર લેવલ 46 સુધી ઘટયું

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત બગડી છે. સૂત્રો મુજબ, ઈડી કસ્ટડીમાં અરવિંદ કેજરીવાલની તબિયત બગડી છે. તેમનું સુગર લેવલ ઉપર-નીચે થઈ રહ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું સુગર લેવલ 46 સુધી ઘટયું છે. ડૉક્ટરોનું કહેવું છે કે સુગર લેવલનું આટલું નીચે જવું ઘણું ખતરનાક છે. આ પહેલા બુધવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code