દિલ્હીઃ પંજાબ વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. આમ આદમી પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભી આવ્યો છે. દરમિયાન પંજાબમાં જીત પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પંજાબમાં ક્રાંતિ આવી ગઈ છે, અનેક સિનિયર રાજકીય આગેવાનોને હારનો સામનો કરવો પડ્યો છે. અમે પ્રામાણિક રાજકારણ શરૂ કર્યું અને આખી વ્યવસ્થા બદલી નાખી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે બાળકોને શિક્ષિત કરવાનું કામ કર્યું છે.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે કહ્યું કે તમામ પક્ષોએ અમારી વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હતું, જ્યારે તેઓ સફળ ન થયા તો તેઓએ કેજરીવાલને આતંકવાદી કહ્યો હતો. આજે દેશની જનતાએ કહ્યું કે કેજરીવાલ આતંકવાદી નથી પરંતુ દેશનો સાચો સપુત છે. અમે એવું ભારત બનાવીશું જ્યાં દરેકના બાળકોને શિક્ષણ મળશે. આજે આપણા બાળકોને મેડિકલ એજ્યુકેશન લેવા માટે યુક્રેન જવું પડે છે, પરંતુ અમે એવું ભારત બનાવીશું જ્યાં બાળકોને અહીં જ શિક્ષણ મળે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હી-પંજાબની ક્રાંતિ આખા દેશમાં ફેલાઈ જશે. તમામ મહિલાઓ, યુવાનો અને ખેડૂતોએ આમ આદમી પાર્ટીમાં જોડાવું જોઈએ.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ચરણજીત સિંહ ચન્નીને મોબાઈલ રિપેરિંગની દુકાનમાં કામ કરતા વ્યક્તિએ હાર આપી છે. લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે, અમને એટલી બહુમતી મળી છે કે જેથી અમને ડર છે. પરંતુ જો કોઈ તમારી સાથે દુર્વ્યવહાર કરે તો અમારે તેને સ્વીકારીને સેવાની રાજનીતિ કરવી પડશે. અરવિંદ કેજરિવાલે પંજાબની પ્રજાનો આભાર માન્યો હતો.