Site icon Revoi.in

દિલ્હી શૂટઆઉટઃ કોર્ટ રૂમમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે 15 મિનિટ ચાલ્યો હતો ગોળીબાર

Social Share

દિલ્હીઃ કુખ્યાત ગેંગસ્ટર જીતેન્દ્ર માન ઉર્ફે ગોગીની શુક્રવારે બે હથિયારધારી શખ્સોએ રોહિણી કોર્ટમાં હત્યા કરી હતી. વકીલના સ્વાંગમાં કોર્ટ રૂમમાં જજની સામે જ આ ઘટનાને આરોપીઓએ અંજામ આપ્યો હતો. યોગીને જેલમાંથી લઈ આવનારી પોલીસના જવાનોએ સામે કાર્યવાહી કરી બંને હુમલાખોરોને ઠાર માર્યાં હતા. માર્યા ગયેલા હુમલાખોરોની ઓળખ ઉત્તરપ્રદેશના રાહુલ ફફૂંકી અને સોનીપતના જગદીપ તરીકે થઈ હતી. તેમજ તેમના ફોટા પણ સામે આવ્યાં હતા.

રોહિણી કોર્ટ નંબર 207માં શુક્રવારે શૂટઆઉટની એક ઘટનામાં ગોગી અને તેના વિરોધી ગેંગસ્ટર ટિલ્લુને રજૂ કરાયાં હતા. બંને હાલ મકોકા હેઠળ જેલમાં હતા. ગોગીને સ્પેશિયલ સેલ અને થર્ડ બટાલિયનની કસ્ટડીમાં કોર્ટમાં રજૂ કરાયો હતો. બપોરના લગભગ 1.24 કલાકે ગોગીને એડિશનલ સેશન્સ જજ ગગનદીપ સિંહની કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટ રૂમમાં બંને તરફના કઠેડા પાસે બંને આરોપીઓ વકીલના સ્વાંગમાં ઉભા હતા. દરમિયાન બંને શખ્સોએ ગોળીબાર કર્યો હતો. લગભગ 6 જેટલી ગોળીઓ વાગતા ગોગી ઢળી પડ્યો હતો. કોર્ટ રૂમમાં ગોળીબારથી નાસભાગ મચી ગઈ હતી. દરમિયાન જજ ડેસ્કની નીચે છુપાઈ ગયા હતા. જે બાદ ગોગીને જેલમાંથી લઈને આવનારા સ્પેશિયલ સેલ અને થર્ડ બટાલિયનના જવાનોએ સામે ગોળીબાર કર્યો હતો. જેમાં બંને હુમલાખોરના મોત થયાં હતા. મૃતકોની ઓળખ રાહુલ ફફૂંદી અને મોરિસ તરીકે થઈ હતી. કોર્ટ રૂમમાં લગભગ 15 મિનિટ સુધી ગોળીબાર ચાલ્યો હતો. ગોગીની હત્યા બાદ તિહાડ ગેંગ વચ્ચે અથડામણ થવાની આશંકાઓ વ્યક્ત થઈ રહી છે. ગોગીની હત્યા બાદ હવે તેની ગેંગ બદલો લેવાનો પ્રયાસ કરશે.

ગેંગસ્ટર ગોગી અને સુનિલ માન ઉર્ફે ટિલ્લુ પાકા મિત્રો હતો. દિલ્હીની શ્રદ્ધાનંદ કોલેજ વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં મિત્રતા તુટી ગઈ હતી. માર્ચ 2020માં પોલીસે ગોગીની ધરપકડ કરી હતી. જો કે, જેલની બહાર તેની ગેંગ ગુનાઓને અંજામ આપતી હતી. 31મી જુલાઈના રોજ ટિલ્લુના સાગરિતોએ ગોગીના સાગરિતની હત્યા કરી હતી.