Site icon Revoi.in

મથુરાના 3 મંદિરોનો કાશી વિશ્વનાથ મંદિરની જેમ વિકાસ કરવાની માંગણી

Social Share

લખનૌઃ મથુરાના સાંસદ હેમા માલિનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરી હતી કે, ત્રણ મંદિરોનો પણ વિકાસ કાશી વિશ્વનાથ મંદિરની જેમ જ વિકાસ કરવો જોઈએ, હેમા માલિનીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત દરમિયાન મે તેમને મંદિરના વિકાસને લઈને પત્ર આપ્યો છે. મથરા જનપથમાં સ્થિત ગોવર્ધનની દાન ઘાટી મંદિર, વરસાનાના શ્રીજી મંદિર અને વૃંદાવનના બાંકેવિહારી મંદિરનો પણ કાશી વિશ્વનાથ મંદિર જેવો વિકાસ કરવો જોઈએ.

ભાજપના સાંસદ હેમા માલિનીએ જણાવ્યું હતું કે, વારાણસી કોરિડોમાં કરવામાં આવેલી વ્યવસ્થા સુંદર છે. જેથી વડાપ્રધાનને આ જ પ્રમાણે મંદિરોનો વિકાસ કરવો જોઈ, હાલની વ્યવસ્થામાં પણ સુધારો કરવાની જરૂર છે. ત્રણેય મંદિરોના વિકાસમાં કેન્દ્ર સરકાર યોગ્ય મદદ કરશે. આ પહેલા હેમા માલિનીએ લોકસભામાં પણ લોક અને શાસ્ત્રીય કલાકારોની આર્થિક સ્થિતિ ઉપર ચિંતા વ્યક્ત કરી હતી અને તેમને મદદ કરવા અને પેન્શનની વ્યવસ્થા કરવાની માંગણી કરી હતી. હેમા માલિનીએ જણાવ્યું હતું કે, એક કલાકાર તરીકે અન્ય કલાકારોની ચિંતા છે અને એટલે જ આ મુદ્દો ઉઠાવ્યો છે. સાંસદમાં સંસ્કૃતિ મંત્રાલયને કલાકારોની માહિતી એકત્ર કરવાનું મિશન ફરીથી શરૂ કરવું જોઈએ.

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્ર સરકાર દ્વારા વિકાસ કરવામાં આવ્યો છે. તેમજ વિવિધ ધાર્મિક સ્થળોનો પણ સરકાર દ્વારા વિકાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અયોધ્યામાં ભગવાન શ્રીરામજીનું ભવ્ય મંદિર બની રહ્યું છે. દરમિયાન હેમા માલિનીએ મથુરાના 3 મંદિરોના વિકાસ માટે રજૂઆત કરી છે.