Site icon Revoi.in

ગુજરાતમાં ઈ-વાહનોની માગ વધી, 10 મહિનામાં 25 હજાર ઇ-વ્હીકલ નોંધાયાં

Social Share

અમદાવાદઃ સમગ્ર દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાને પગલે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી તરફ હવે વાહન ચાલકો પણ ઈ-વાહન તરફ વળી રહ્યાં છે. સરકાર પણ ઈ-વાહનોની ખરીદી ઉપર સબસીડી આપે છે. ગુજરાતમાં ઈ-વાહનોની ખરીદીમાં જંગી ઉછાળોની સાથે ઈ-વાહનોની નોંધણીમાં પણ વધારો થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા ઇ-વ્હીકલના વેચાણ અને ઉપયોગ માટે ખાસ પોલિસી બંવવામાં આવી હતી. ગત વર્ષે જુલાઇ 2021માં આ પોલિસી બનાવવામાં આવી હતી. જેને આગામી જુલાઇ માહિનામાં એક વર્ષ પૂર્ણ થશે. આ એક વર્ષના ગાળામાં ગુજરાતીઓએ ઇ-વ્હીકલની નોધણીમાં ખાસો એવો રસદાખવ્યો છે.  છેલ્લા 10 મહિનામાં 25 હજાર ઇ-વ્હીકલ નોંધાયાં હતા. જ્યારે સબસિડી માટે 18,583 અરજીઓ આવી હતી. આ અરજીઓની સીધી પોર્ટલમાં આવતા સબસિડીની રકમ સીધી જ ખાતામાં જમા થાય છે. 13,325 અરજીઓમાં પ્રોસેસ પૂરી થઈ ગઈ છે, અને 9850 વાહન માલિકોને તેમની સબસિડી ચુકવાઈ પણ ગઈ છે. સબસિડી પેટે અત્યાર સુધીમાં 24.35 કરોડની રકમ ચુક્વવામાં આવી છે.  રાજ્યમાં હાલમાં 250 જેટલા ચર્જિંગ સ્ટેશન કાર્યરત છે. યારે અન્ય 50 જેટલા ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. સમગ્ર રાજ્યમાં કુલ 668 ચર્જિંગ સ્ટેશન કાર્યરત કરવાની પ્લાન છે. સબસિડી વાહનની કિંમતના 40 ટકાથી વધવી ના જોઈએ.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રદુષણનું સ્તર સતત વધી રહ્યું છે. જે માટે સરકાર દ્વારા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યાં છે એટલું જ નહીં સરકાર દ્વારા ઈ-વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

(Photo-File)