Site icon Revoi.in

ભારતમાં સામાન્ય બાઈકની જગ્યાએ હવે મોંઘી મોટરસાઈકલની માંગમાં થયો વધારો

Social Share

ટુ-વ્હીલર ખરીદતા ગ્રાહકો પણ હવે મોંઘી મોટરસાઇકલ પસંદ કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2029-30 સુધીમાં મોંઘી મોટરસાઇકલનો હિસ્સો 22 ટકા થઈ જશે, જે હાલમાં 19 ટકા છે. 2024-25માં 23 લાખ પ્રીમિયમ મોટરસાઇકલ (150 સીસીથી વધુ એન્જિન ક્ષમતા) વેચાઈ હતી. 2018-19માં 19 લાખ વેચાઈ હતી.

ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2024-25માં સસ્તી મોટરસાઇકલનો બજાર હિસ્સો ઘટીને 46 ટકા થયો હતો. નાણાકીય વર્ષ 2018-19માં તે 62 ટકા હતો. આ સમયગાળા દરમિયાન, વેચાણ 84 લાખ યુનિટથી ઘટીને માત્ર 56 લાખ યુનિટ થયું હતું. એજન્સીએ જણાવ્યું હતું કે, તેનું મુખ્ય કારણ નબળી ગ્રામીણ માંગ અને કિંમતોમાં ભારે વધારો હતો. ગયા નાણાકીય વર્ષમાં, મોંઘી મોટરસાઇકલનું વેચાણ કોવિડ પહેલાના સ્તર કરતા 22 ટકા વધુ હતું. કોરોના પહેલાના કુલ ટુ-વ્હીલર વેચાણ 94 ટકા હતું અને કુલ મોટરસાઇકલ વેચાણ 90 ટકાથી વધુ હતું.

સુત્રોએ જણાવ્યું હતું કે, આ માંગ સારા આર્થિક વલણો, વધતી આવક, ગ્રાહકોની વધતી વૈશ્વિક પહોંચ અને યુવા વસ્તીને કારણે છે. ગયા નાણાકીય વર્ષમાં મોંઘા સેગમેન્ટમાં મોટરસાઇકલ મોડેલની સંખ્યા વધીને 35 થઈ ગઈ છે. 2018-19માં તે 23 હતી. આ વલણો આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે.