અમદાવાદ, 17 જૂન, 2026 – વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા દેવર્ષિ નારદ પત્રકાર સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા પ્રતિવર્ષ પત્રકારત્વ અને મીડિયાના વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનાર પત્રકારો, મીડિયાકર્મીઓનું સન્માન કરવામાં આવે છે. દેશમાં અન્યત્ર પણ વિશ્વ સંવાદ કેન્દ્રની વિવિધ શાખા દ્વારા આ રીતે તેજસ્વી પત્રકારો-કૉલમ લેખકોને સન્માનિત કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ ઇન્દ્રપ્રસ્થ વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા 12 પત્રકારો અને કન્ટેન્ટ ક્રિએટર્સને નવાજવામાં આવ્યા
આ અંગે જારી સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા પોતાની આગવી પરંપરાનુસાર દેવર્ષિ નારદ પત્રકાર સન્માન સમારંભનું આયોજન આગામી 21 જૂન 2026, રવિવારના રોજ કરવામાં આવ્યું છે.
21 જૂને યોજાનાર આ વિશેષ સમારંભમાં શ્રી નરેન્દ્રજી ઠાકુર (અખિલ ભારતીય સહ પ્રચાર પ્રમુખ, રા.સ્વ. સંઘ), ડૉ. અમીબેન ઉપાધ્યાય (કુલપતિ, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ) તથા ડૉ. ભરતભાઈ પટેલ (મા. પ્રાંત સંઘચાલકજી, રા.સ્વ.સંઘ, ગુજરાત પ્રાંત) ના હસ્તે પત્રકારો, લેખકો, આરજેનું સન્માન કરવામાં આવશે.
સંસ્થાએ આ સાથે રવિવારે જેમનું સન્માન થવાનું છે તેમનાં નામો પણ જાહેર કર્યા છે. તદઅનુસાર, આ કાર્યક્રમમાં અગ્રલિખિત પત્રકાર બંધુઓને દેવર્ષિ નારદ પત્રકાર સન્માનથી સન્માનિત કરવામાં આવનાર છે.
પ્રિન્ટ મિડિયા – શ્રી મયુરભાઈ પાઠક (સંદેશ)
ઇલેક્ટ્રોનિક મિડિયા – શ્રી રોનકભાઈ પટેલ (ABP Asmita)
કટાર લેખક – શ્રી શિશિરભાઈ રામાવત (ગુજરાત સમાચાર)
વેબ મિડિયા – શ્રી અલકેશભાઈ પટેલ (REVOI)
રેડિયો જર્નાલિઝમ – RJહાર્દિક પ્રજાપતિ (Fever FM )
વિશેષ સન્માન – શ્રી ભાલચંદ્રભાઈ જાની (ગુજરાત સમાચાર, મુંબઈ)

