Site icon Revoi.in

રાષ્ટ્રીય સંઘના વરિષ્ઠ પ્રચારક લેખક અને ચિંતક એવા શ્રી રંગાહરીજીનું દેવલોકગમન

Social Share

રાષ્ટ્રીય સંઘના વરિષ્ઠ પ્રચારક લેખક અને ચિંતક એવા શ્રી રંગાહરીજીનું આજે સવારે દેવલોકગમન થયું છે. તેઓ કોચીની અમૃતા હોસ્પિટલમાં દાખલ હતા. તેમની આયુ 93 વર્ષની હતી.

શ્રી રંગાહરીજીનો જન્મ કેરળના એરનાકુલમ જિલ્લામાં 5 ડિસેમ્બર 1930ના રોજ થયો હતો. તેમનો અભ્યાસ સેન્ટ આલ્બર્ટ હાઈસ્કુલમાં થયો હતો, તેમણે એર્નાકુલમની મહારાજા કોલેજમાં રાજ્ય શાસ્ત્ર, ઈતિહાસ અને સંસ્કૃત એવા વિષયો સાથે અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેઓ 13 વર્ષની ઉંમરથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા હતા. 1948માં જ્યારે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ પર સરકારે પ્રતિબંધ મુક્યો ત્યારે એના વિરોધમાં સત્યાગ્રહ કરવા માટે એપ્રિલ 1949 સુધી કન્નુર કેન્દ્રીય કારાગારમાં જેલવાસ ભોગવ્યો હતો.

1951માં તેઓ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રચારક બન્યાં તથા તાલુકાથી શરૂ કરીને અખિલ ભારતીય સ્તર સુધીની અનેકવિધ જવાબદારીઓ નિભાવી હતી. 1983થી 1990ના સમયગાળામાં તેઓ કેરળ પ્રાંતના પ્રાંત પ્રચારક રહ્યાં હતા, તેમજ 1990માં અખિલ ભારતીય સહ બૌદ્ધિક પ્રમુખ અને 1991થી 2000 સુધી અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખની જવાબદારી સંભાળી હતી. આ દરમિયાન તેમણે 22 દેશોમાં સંઘ કાર્ય માટે પ્રવાસ કર્યો હતો. 2006માં સંઘની જવાબદારીઓમાંથી મુક્ત થયા બાદ તેઓ લેખન અને અધ્યનમાં વ્યસ્ત રહ્યાં હતા.

શ્રી રંગાહરીજી અનેક ભાષાઓ બહુ સારી રીતે જાણતા હતા, જેમાં સંસ્કૃત, મલયાલમ, હિન્દી, મરાઠી, તમિલ અને અંગ્રેજી વગેરે ભાષાઓ પર તેમનું પ્રભુત્વ હતું.