Site icon Revoi.in

વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને સત્તા જાળવી રાખવી મુશ્કેલીઃ શશી થરૂર

Social Share

બેંગ્લોરઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે દાવો કર્યો હતો કે ભાજપ માટે 2019ની ચૂંટણીની જીતનું 2024માં પુનરાવર્તન કરવું અશક્ય છે. કેરળ લિટરેચર ફેસ્ટિવલમાં બોલતા, તિરુવનંતપુરમ લોકસભા સીટના સાંસદ થરૂરે કહ્યું કે બીજેપીએ ઘણા રાજ્યોમાં તેની સરકાર ગુમાવી દીધી છે.

તેમણે કહ્યું કે ભાજપે લોકસભાની 2019ની ચૂંટણીમાંમાં સારું પ્રદર્શન કર્યું હતું, તેથી તેમની પાસે હરિયાણા, ગુજરાત, રાજસ્થાનની દરેક સીટ હતી. બિહાર, એમપી, મહારાષ્ટ્રમાં એક સીટ સિવાય તમામ અને બંગાળમાં 18 સીટો હતી. હવે તે બધા પરિણામોનું પુનરાવર્તન કરવું અશક્ય છે અને 2024 માં બહુમતીથી નીચે આવવું સંપૂર્ણપણે શક્ય છે, થરૂરે ઇન્ડિયા અ વોક થ્રુ ધ ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યુશન્સ શીર્ષકના સત્ર દરમિયાન જણાવ્યું હતું.

લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, મમતા બેનર્જી અને શરદ પવાર જેવા સિનિયર નેતાઓ વિપક્ષને એક કરવા માટે કવાયત તેજ કરી છે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જ રહેશે.

જ્યારે વિપક્ષમાં પીએમ પદના ઉમેદવારોને લઈને રેસ લાગી છે. નીતિશ કુમાર, અરવિંદ કેજરિવાલ અને મમતા બેનર્જી સહિતના નેતાઓ પોતાને પીએમ પદના દાવેદાર માની રહ્યાં છે. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો.