Site icon Revoi.in

લઘુમતી કોમના મતદારોને લઈને મમતા- ઓવૈસી આમને સામને

Social Share

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ અને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. ભાજપ દ્વારા અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન બિહાર વિધાનસભાની ચૂંટમીમાં પાંચ બેઠકો જીતનારી એવૈસીની પાર્ટી પણ પશ્ચિમ બંગાળમાં પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારશે. ત્યારે અત્યારથી જ લઘુમતી કોમના મત મુદ્દે મમતા બેનર્જી અને એવૈસી વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. તેમજ આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યાં છે.

મમતા બેનર્જીએ એક કાર્યક્રમમાં ભાજપ અને એવૈસી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા તેમજ અસદુદ્દીનની પાર્ટીની ભાજપની બી પાર્ટી ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, એઆઈએમઆઈએમને ભાજપ પૈસા આપીને લઘુમતી કોમના વોટ તોડવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ બંગાળમાં એવૈસીની પાર્ટીને લાવવાનો પ્રયાસ કરી રહી છે. જેથી હિન્દુ વોટ ભાજપને અને મુસ્લિમ વોટ એઆઈએમઆઈએમ મળે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આવું જ કરવામાં આવ્યું હતું. આમ એઆઈએમઆઈએમ ભાજપની બી ટીમ છે.

એવૈસીએ મમતા બેનર્જી ઉપર પલટવાર કરતા જણાવ્યું હતું કે, આજ દિન સુધી એવુ જોઈ માણસ પેદા નથી નથું જે અસદુદ્દીન ઓવૈસીને ખરીદી શકે. મમતા બનર્જીનો આરોપ પાયાવિહોણો છે. તેઓ બેચેન છે અને તેમને પોતાના ધરની ચિંતા કરવી જોઈએ. તેમની પાર્ટીના કેટલાક નેતાઓ ભાજપમાં જઈ રહ્યાં છે. મમતા બેનર્જીએ બિહારના મતદારોનું અપમાન કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ દ્વારા અત્યારથી જ વિધાનસભાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ જે.પી.નડ્ડી અને અમિત શાહ સહિતના ટોચના નેતાઓએ બંગાળમાં ચૂંટણી તૈયારીઓની જવાબદારી ઉઠાવી છે.