1. Home
  2. Tag "owaisi"

અખિલેશના પીડીએમાં ઓવૈસી-પલ્લવીનું પીડીએમ પાડશે ગાબડું, સમાજવાદી પાર્ટીનું વધ્યું ટેન્શન

લખનૌ: લગભગ બે વર્ષથી અખિલેશ યાદવ સતત પીડીએની વાત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ભાજપની લીડરશિપવાળા એનડીએનો મુકાબલો પીડીએ જ કરી શકે છે. તેમના પીડીએનો અર્થ, પછાત, દલિત અને લઘુમતીથી રહ્યો છે. આ સિવાય તેઓ ઓબીસીની તમામ જાતિઓ સિવાય દલિતો અને મુસ્લિમોને જોડવાનીવાત કરી રહ્યા છે. પરંતુ તેમની આ ટર્મને લઈને સેક્યુલર ખેમામાં […]

અસદુદ્દીન ઓવૈસીએ લાલુ-તેજસ્વીનું ટેન્શન વધાર્યું, AIMIMનું બિહારની 11 બેઠકો પર ચૂંટણી લડવાનું એલાન

પટના: અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમએ બિહારની 11 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. તેનાથી લાલુપ્રસાદ અને તેજસ્વી યાદવની પાર્ટી આરજેડી સહીત આખા મહાગઠબંધનની ચિંતા વધવાની છે. ઓવૈસીની પાર્ટી બિહારની 40 લોકસભા બેઠકોમાંથી કિશનગંજ, અરરરિયા, કટિહાર, પૂર્ણિયા સહીતની 11 બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉતારશે. રાજ્યના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો ધરાવતા મતક્ષેત્રોમાં એવૈસી ગત કેટલાક […]

તેલંગાણામાં ઓવૈસીની પ્રોટમ સ્પીકર તરીકેની નિમણુંકનો વિરોધ, કોંગ્રેસ ઉપર BJPના આકરા પ્રહાર

બેંગ્લોરઃ તેલંગાણાની નવી ચૂંટાયેલી સરકારે શનિવારે નવા સભ્યોને ધારાસભ્ય તરીકે શપથ લેવડાવવા માટે વિધાનસભા સત્ર બોલાવ્યું હતું. એઆઈએમઆઈએમના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીને વિધાનસભાના સભ્યોને શપથ લેવડાવવા માટે તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન વતી વચગાળાના સ્પીકર (પ્રોટેમ સ્પીકર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેલંગાણા ભાજપે ઓવૈસીની નિમણૂકને લઈને વાંધો ઉઠાવ્યો છે અને આ અંગે રાજ્યપાલ તમિલિસાઈને પત્ર લખ્યો […]

તેલંગાણામાં કોંગ્રેસ અને ઓવૈસી વચ્ચે સમાધાનની ચર્ચા, અકબરુદ્દીનને મહત્વની જવાબદારી સોંપાઈ

બેંગ્લુરુઃ તેલંગાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM વચ્ચેનો વિવાદ હવે સમાપ્ત થતો દેખાઈ રહ્યો છે. કોંગ્રેસ સરકારે આવતીકાલે (9 ડિસેમ્બર) તેલંગાણા વિધાનસભાની કાર્યવાહી હાથ ધરવા માટે AIMIM ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા છે. તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યો આવતીકાલે શપથ લેશે. અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી હૈદરાબાદ લોકસભા બેઠક […]

AAP, ઓવૈસી અને ગુલામ નબી આઝાદનો રાજકીય પક્ષ BJPની B ટીમઃ જયરામ રમેશ

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. જમ્મુ અને કાશ્મીરમાં જયરામ રમેશે કહ્યું કે, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (MIMIM), આમ આદમી પાર્ટી (AAP) અને ડેમોક્રેટિક આઝાદ પાર્ટી (DAP) ભાજપની ‘બી ટીમ’ છે. તેમણે આરોપ લગાવ્યો કે, દેશમાં કોંગ્રેસના મતો કાપવા માટે આ પાર્ટીઓને ઉભી કરવામાં આવી છે. દરમિયાન જયરામ […]

હૈદરાબાદમાં બે જગ્યાએ મતદાર યાદીમાં ઓવૈસીનું નામ નોંધાયેલું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

બેંગ્લોરઃ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસી હૈદરાબાદમાં બે વિધાનસભા મતવિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ મતદાર તરીકે નોંધાયેલા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. ચૂંટણી પંચને લખેલા પત્રમાં તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ જી નિરંજને દાવો કર્યો છે કે, ઓવૈસીનું નામ રાજેન્દ્ર નગર ઉપરાંત ખૈરતાબાદ વિધાનસભા ક્ષેત્રોમાં નોંધાયેલ છે. બંને મતવિસ્તારની મતદાર યાદી ચૂંટણી પંચની વેબસાઈટ […]

ગુજરાત ચૂંટણીમાં 2002ના રમખાણોની એન્ટ્રી,અમિત શાહના નિવેદન પર ઓવૈસીએ કર્યો પલટવાર

અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ તેજ બન્યું છે.ચૂંટણીમાં 2002ના ગુજરાત રમખાણોની એન્ટ્રી થઈ ગઈ છે.ભાજપના પ્રચાર માટે ગુજરાત પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે સૌથી પહેલા 2002ના રમખાણોનો ઉલ્લેખ કર્યો હતો.આ પછી હવે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ અમિત શાહ પર વળતો પ્રહાર કર્યો છે. તેણે કહ્યું કે,હું 2002માં જુહાપુરા આવ્યો હતો.તે સમયે અમારી સાથે ડોક્ટરોની […]

અમદાવાદના કોંગ્રેસના બે મુસ્લિમ કોર્પોરેટર ઔવસીને મળ્યા, AIMIMમાં જોડાવા આમંત્રણ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે હવે વિવિધ રાજકીય પાર્ટીઓના નેતાઓ અને પ્રમુખો ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસના બે સિનિયર કોર્પોરેટરોએ અસદુદ્દીન ઓવૈસી સાથે મુલાકાત કરતા કોંગ્રેસનો રાજકીય માહોલ ગરમાયો હતો.  બંને […]

ઓવૈસીનો હાપુડ જિલ્લાનો કોઈ કાર્યક્રમ પૂર્વ નિર્ધારિત ન હતોઃ અમિત શાહ

રાજ્યસભામાં ગૃહમંત્રીએ આપ્યુ નિવેદન લતા મંગેશકરને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી કર્ણાટકનો હિજાબ વિવાદના પડધા રાજ્યસભામાં પડ્યાં નવી દિલ્હીઃ સંસદમાં બજેટ સત્રનો આજે છઠ્ઠો દિવસ હતો. આજે ગૃહમંત્રી અમિત શાહે ઓવૈસી ઉપર થયેલા હુમલાને લઈને રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું. આ પહેલા રાજ્યસભામાં લતા મંગેશકરને યાદ કરવામાં આવ્યાં હતા. રાજ્યસભાની કાર્યવાહી શરૂ કરતા પહેલા રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ […]

ઝીણાના માર્ગ ઉપર ચાલીને અખિલેશ અને ઓવૈસી ભારતને ફરીથી ખંડિત કરવા માગે છેઃ ભાજપ

લખનૌઃ AIMIM નેતા અસરુદ્દીન ઓવૈસી અને સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવ પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાના માર્ગ પર ચાલીને ફરી એકવાર ભારતને ખંડિત કરવા માગતા હોવાનો આક્ષેપ ઉત્તરપ્રદેશના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહે કર્યો હતો. સ્વતંત્રદેવ સિંહે જણાવ્યું હતું કે મિશન 2022 માં પાર્ટીના ટોચના નેતૃત્વ દ્વારા આપવામાં આવેલા 300 પ્લસના લક્ષ્યને પૂર્ણ કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code