Site icon Revoi.in

વઢવાણમાં જોરાવરસિંહજી પુસ્તકાલયનું મકાન જર્જરિત હોવાથી બંધ કરી દેવાતા લોકોમાં અસંતોષ

Social Share

વઢવાણઃ શહેરમાં વર્ષોથી ઐતિહાસિક ગણાતું જોરાવરસિંહજી પુસ્તકાલય હતું, અને શહેરના વાંચનપ્રેમી લોકો પુસ્તકાલયમાં જઈને વાંચન કરતા હતા. લાયબ્રેરીમાં વર્ષો જુના કિંમતી ગણાતા પુસ્તકો હતો. તેમજ જાણીતા અખબારો પણ મંગાવવામાં આવતા હતા. એટલે મોટાભાગના સિનિયર સિટીઝન્સ લાયબ્રેરીમાં અખબારો વાંચવા માટે જતાં હતા. દરમિયાન વર્ષો જુનુ લાયબ્રેરી યાને કે પુસ્તકાલયનું મકાન જર્જરિત બની જતાં બંધ કરી દેવામાં આવ્યું છે. આમ રાજાશાહી વખતના પુસ્તકાલય બંધ થતાં વઢવાણના વાંચનપ્રિય લોકોમાં અસંતોષ ઊભો થયો છે.

વઢવાણ શહેરનું સૌથી જૂનું જોરાવરસિંહજી પુસ્તકાલય જર્જરિત થતા ઉતારી લેવાયું હતું. પરંતુ લાંબા સમયથી ચાલુ નહીં થતા પુસ્તકપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. જ્યારે હજારો પુસ્તકો અને કિંમતી સામાન સગેવગે થયાની રાવ ઉઠી છે. ત્યારે રાજાશાહીમા઼ં સ્થપાયેલું પુસ્તકાલય બંધ કરાયું છે. વઢવાણના રાજવી જોરાવરસિંહજીએ વાંચનપ્રેમીઓ માટે પુસ્તકાલય શરૂ કરાવ્યું હતું. આ ઐતિહાસિક પુસ્તકાલયમાં 2500થી વધુ પુસ્તક હતા. જેમાં ઐતિહાસિક, નવલકથાઓ, જ્ઞાન-વિજ્ઞાન, નાટકો વગેરેના અલભ્ય અને કિમતી પુસ્તકોનો પણ હતા. શહેરના લોકો રોજ નવરાશની પળોમાં પુસ્તકો અને અખબારો વાંચવા માટે આવતા હતા. પુસ્તકાલયના મકાન જર્જરિત હોવા છતાંયે નગરપાલિકાના સત્તાધિશો દ્વારા કોઈ મરામત કરવામાં આવતી નહતી. અંતે પુસ્તકાલય બંધ કરીને તેનો પ્રથ માળ પણ ઉતારી લેવામાં આવ્યો છે.

સૂત્રોના કહેવા મુજબ વઢવાણ શહેરની વચ્ચોવચ પુસ્તકાલયની કરોડો રૂપિયાની કિંમતી જમીન પર કેટલાક વગદાર લોકોએ નજર બગાડી હતી. આ દરમિયાન પુસ્તકાલય જર્જરિત થવાથી નગરપાલિકા દ્વારા બંધ કરી દેવાયું હતું. આથી હજારો સભાસદોને વાંચન માટે મુશ્કેલી ઊભી થઈ છે. જ્યારે હજારો પુસ્તકો અને કિંમતી સામાન સગેવગે કરાયાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકા દ્વારા રાજાશાહીમાં સ્થપાયેલા આ પુસ્તકાલયને ફરી શરૂ કરવામાં આવે એવી માગણી ઊઠી છે.