Site icon Revoi.in

DMK પાસે ભ્રષ્ટાચાર પર પ્રથમ કોપીરાઈટઃ નરેન્દ્ર મોદી

Social Share

બેંગ્લોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તામિલનાડુમાં શાસક દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, DMK પાસે ભ્રષ્ટાચાર પર પ્રથમ કોપીરાઈટ છે અને મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિનનો આખો પરિવાર તમિલનાડુને લૂંટી રહ્યો છે.

તમિલનાડુના વેલ્લોરમાં એક રેલી દરમિયાન મોદીએ આરોપ લગાવ્યો કે ડીએમકે એક પારિવારિક કંપની છે, જે પોતાની જૂની માનસિકતાથી રાજ્યના યુવાનોના વિકાસમાં અવરોધ ઉભી કરી રહી છે. તેમણે કહ્યું કે ડીએમકે ભાષા, પ્રદેશ, આસ્થાના આધારે લોકોને વિભાજિત કરે છે અને તે જાણે છે કે જે દિવસે લોકો આ સમજી જશે, તેને એક પણ મત નહીં મળે.

મોદીએ કહ્યું, “મેં ડીએમકેની દાયકાઓ જૂની ખતરનાક રાજનીતિનો પર્દાફાશ કરવાનો નિર્ણય કર્યો છે.” તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર પરનો પ્રથમ કોપીરાઈટ ડીએમકેનો છે અને આખો પરિવાર તમિલનાડુને લૂંટી રહ્યો છે. કાચાથીવુ કેસનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે કોંગ્રેસ અને ડીએમકેએ અસરગ્રસ્ત માછીમારો પ્રત્યે “નકલી કરુણા” દર્શાવી અને આ મુદ્દે તમિલનાડુને અંધારામાં રાખ્યું હતું.

મોદીએ કહ્યું કે ‘ઈન્ડી ગઠબંધન (વિરોધી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ’)ના લોકો ‘શક્તિ’નું અપમાન કરે છે અને મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરે છે. તેમણે કહ્યું કે બધા જાણે છે કે ડીએમકેએ સ્વર્ગસ્થ જયલલિતા સાથે કેવું વર્તન કર્યું હતું.

વડાપ્રધાને દાવો કર્યો કે તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. તેમણે કહ્યું, “એનડીએએ છેલ્લા 10 વર્ષમાં વિકસિત ભારતનો પાયો નાખ્યો છે,” મોદીએ કહ્યું કે તમિલનાડુએ દેશના અવકાશ અને ઉત્પાદન ક્ષેત્રને આગળ વધારવામાં મોટો ફાળો આપ્યો છે.

તેમણે તમિલનાડુના લોકોને કહ્યું કે તમારા આશીર્વાદથી ભાજપ અને એનડીએ ‘સનાતન શક્તિ’નું રક્ષણ કરશે અને મહિલાઓનું સન્માન સુનિશ્ચિત કરશે. તમિલનાડુમાં લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલે મતદાન થશે. મોદીએ મંગળવારે ચેન્નાઈમાં રોડ શો કર્યો હતો.