ભોજનના સ્વાદમાં મીઠુ વધારો કરે છે પરંતુ એવા ઘણા લોકો છે જેઓ વધુ પડતું મીઠું ખાય છે. કેટલાક લોકો એવા હોય છે જે ખાવાનું ચાખતા પહેલા મીઠું ઉમેરી દે છે. પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતું મીઠું ખાવાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. ખોરાક અને સ્વાસ્થ્ય માટે મીઠું ખૂબ જ જરૂરી છે. પરંતુ તેનું વધુ પડતું સેવન કરવું જોખમી બની શકે છે.
ઘણા લોકોને જમતા પહેલા દાળ અને શાકભાજીમાં મીઠું નાખવાની આદત હોય છે, આમ કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. વધુ પડતું મીઠું ખાવાથી હૃદયરોગનો ખતરો વધી જાય છે. મીઠાના વધુ પડતા સેવનથી મગજમાં લોહીની અસર ઓછી થઈ જાય છે, જેનાથી બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધી શકે છે.વધુ પડતા મીઠાનું સેવન કરવાથી શરીરમાંથી કેલ્શિયમ નીકળી જાય છે, જેના કારણે હાડકાં નબળા પડી જાય છે. મીઠાનું સેવન ઓછું કરીને તમે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકો છો.
જમવામાં ટેસ્ટ માટે લોકો મસાલાની સાથે જરુરિયાત પ્રમાણે મીઠુ નાખે છે, પરંતુ અનેક લોકો વધારે મીઠુ ખાવાનું પસંદ કરે છે. આવા લોકો તૈયાર ભોજન ઉપરથી વધારે મીઠુ ઉમેરીને ખાવાનું પસંદ કરે છે. સામાન્ય લાગતી આ આદત આગામી દિવસોમાં જે તે વ્યક્તિને ગંભીર આરોગ્ય સમસ્યામાં લઈ જાય છે. એટલે જ તબીબો પણ લોકોને ભોજનમાં વધારે મીઠુ ખાવાનું ટાળવા માટે સલાહ આપતા હોય છે.
(PHOTO-FIEL)

