Site icon Revoi.in

શું અડઘી રાત્રે તમારી ઊંઘ ઊડી જાય છે? જાણો તેનું કારણ અને નિવારણ

Social Share

સામાન્ય રીતે આપણે આપણા કામમાં એટલા વ્યસ્ત બની ગયા છે કે આપણે પુરતી ઊંઘથી પણ વંચિત રહી જઈએ છે, અથવા તો ઊંધી તો જઈએ છે પરંતુ અડધી રાત્રે ઊંઘ ખુલી પણ જાય છે.આ ઊંધ અઘકચરી ઊંઘ કહેવાય છે જેને લઈને તેની અસર આરોગ્ય પર ખરાબ પડે છે, અપુરતી ઊંધ આપણા ખરાબ સ્વાસ્થ્યનું કારણ બને છે.

આ બાબતોનું ખાસ રાખો ઘ્યાન

સંશોધકોનું માનવું છે કે એવા ઘણા કારણો જવાબદાર છે જેના કારણે રાત્રે ઊંઘ બરોબર નથી આવતી. જો તમે આ સમસ્યાથી પીડતા હોવ તો તેના માટે શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક ઉપાય પણ છે, જેનાથી ઊંઘમાં ખલેલ ન પડે.

શાસ્ત્રો મુજબ જો રાત્રે સૂતી વખતે તમને ડર લાગતો હોય કે અચાનક ડરના કારણે તમે ઉઠી જતા હોવ તો, તમારા તકીયા પાસે નાની ઇલાયચી રાખો. 5-6 નાની ઇલાયચીને એક કપડામાં બાંધીનને તને તકીયા નીચે રાખો, તેનાથી ડર નહીં લાગે

જો તમને ઊંઘમાં ખલેલ પડતી હોય કે વારંવાર ઊંઘ ઉડી જતી હોય તો તમારે તમારા રુમમાં બ્રાઈડ લાઈટનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ બને ત્યા સુંધી અંઘારુ રાખવું જેથી આંખ જલ્દી લાગે અને તાર્તે ઊંઘ ન ઊડે

તમે સૂઈ જાઓ અને તમારા શ્વાસને ધીમો કરીને સાંભળો. શ્વાસોચ્છવાસ પર ફોક્સ કરો અથવા જો તમે ફક્ત કોઈ સંગીત સાંભળી રહ્યા છો, તો તેના પર જ ધ્યાન કેન્દ્રીત કરો.આમ કરવાથી ઊઁધ આવી જશે.

રાત્રે સુતા પહેલા કોઈ પણ પ્રકારના વિચાર કરવાનું ટાળો કારણ કે વધુ પડતા વિચાર તણાવ લાવે છે જેથી અડધી રાત્રે આખ ખુલી જાય છે

મોડા સુઘી મોબાઈળ ફોનનો ઉપયોગ કરવાનું ટાળો નહી તો તમને ઊઁઘ આવતી હશે છત્તા પણ તમારમું મન મોબાઈલમાં જ રહેશે છેવટે તમે ઊંઘ નહી કરી શકો

મનને કાબૂમાં કરો. તમને લાગશે સમય નથી જઈ રહ્યો, તેથી વધુ બેચેન બનશો અને પોતાને દોષ આપશો. તેથી સમય તપાસતા રહેશો નહીં.

જો તમે સૂતા પહેલા આલ્કોહોલ પીતા હો તો લગભગ ચાર કલાકમાં તે એલ્ડીહાઇડમાં ફેરવાય છે, જે અડધી ઊંઘમાંથી તમને ઉઠાડે છે અને બેચેન બનાવશે. માટે રાત્રે દારુનું સેવન ટાળો

જો તમને રાત્રે ચા કે કે કોફી પીવાની આદત છે તો હવે બિલકુલ છોડી દેજો આ પીણાથી અડધી રાત્રે ચોક્કસ આંખ કુલવાની સમસ્યા વધે છે.