Site icon Revoi.in

શું તમને ખબર છે ભારત દેશની ટોટલ નિકાસમાં શું છે ગુજરાતનો ફાળો? જાણો

Social Share

અમદાવાદ : ગુજરાતમાં દરિયાકાંઠો ધરાવતા 16 જિલ્લાઓ છે. ગુજરાત વ્યાપાર અને દેશની દરિયાઈ સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ રાજ્ય છે. દરિયાઈ માર્ગ દ્વારા થતો વાહનવ્યવહાર રોડ અને રેલવે કરતાં સસ્તો હોય છે અને તેનાથી પર્યાવરણને ઓછું નુકસાન થાય છે. રાજ્યમાં નવ શિપબિલ્ડીંગ યાર્ડ પણ છે.

ગુજરાતના ખાનગી ક્ષેત્રના 40 નાના બંદરો ભારતના તમામ ખાનગી બંદરો દ્વારા થતા કાર્ગો હેન્ડલિંગનો 80% હિસ્સો ધરાવે છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) 48 નાના બંદરોનું સંચાલન કરે છે. ગુજરાત દેશના લગભગ 40 ટકા કાર્ગોનું સંચાલન કરે છે. ગુજરાત તમામ મુખ્ય બંદર-આધારિત વેપાર માર્ગો સાથે સારી રીતે જોડાયેલું છે અને વિશ્વભરના મુખ્ય વેપાર કેન્દ્રો સાથે માર્ગ, રેલ અને એર કનેક્ટિવિટી ધરાવે છે. તેથી જ ગુજરાત વિશ્વના પસંદગીના દરિયાઈ સ્થળોમાંનું એક છે. ગુજરાત વ્યાપાર અને દેશની દરિયાઈ સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ રાજ્ય છે. આ ઉપરાંત રાજ્યમાં નવ શિપબિલ્ડીંગ યાર્ડ છે.

ગુજરાતમાં સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ ત્રણ કોસ્ટલ ઇકોનોમિક ઝોનનું આયોજન કરવામાં આવ્યું છેઃ કચ્છ, સૌરાષ્ટ્ર અને સૂર્યપુર. ગુજરાતમાં છારા ખાતે બલ્ક ટર્મિનલ/ગ્રીનફિલ્ડ પોર્ટ અને ભાવનગર ખાતે સીએનજી ટર્મિનલ સહિતના નવા બંદરોના વિકાસ સંબંધિત 2 પ્રોજેક્ટ સાગરમાલા યોજનાનો ભાગ છે. સાગરમાલા હેઠળ અમલમાં મૂકાયેલા પ્રોજેક્ટ્સમાં પ્રાચીન શહેર લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) બનાવવામાં આવશે. હેરિટેજ કોમ્પલેક્ષનો ખર્ચ રૂ. 3,150 કરોડ આંકવામાં આવ્યો છે.