Site icon Revoi.in

એક દિવસ ફરવા જવાનો પ્લાન છે? તો આ રહી બેસ્ટ જગ્યા,અમદાવાદથી 150 કિમી દૂર

Social Share

પોલો ફોરેસ્ટ ફરવા માટે ગુજરાતમાં અનેક લોકો આવતા હોય છે, ગુજરાતની પ્રજા પણ ક્યારેક એક દિવસનો પ્લાન કરે ત્યારે તે પોલો ફોરેસ્ટ ફરવા જવાનું પસંદ કરે છે. આ જગ્યાને રાજસ્થાનની શરૂઆત પણ કહેવામાં આવે છે. જંગલોની વચ્ચે આવેલી આ જગ્યાએ જઈને તમામ લોકો ખુશ થઈ જાય છે.

જો વાત કરવામાં આવે વરસાદની સીઝનની તો અહીયા વરસાદની સીઝનમાં તો ભીડ જામે છે. સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં આવેલું પોળોનું જંગલ વરસાદની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠે છે. હાલ પોળો ફેરેસ્ટની મુલાકાત માટે અહીં પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે. સારા વરસાદ બાદ પોળોના જંગલો સોળે કળાએ ખીલી ઉઠે છે. ખળ ખળ વહેતી નદી, ઝરણાં જોઈને તમને કેરળની યાદ આવી જશે.

આ સમય બેસ્ટ ગણવામાં આવે છે. કારણ કે ચોમાસાની સીઝનમાં અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. પણ જો તમે ફેમિલી સાથે પીકનીક પર જવા માંગતા હોવ તો ઘરેથી તમારી સાથે ભોજન પણ લઈ જઈ શકો છો. ત્યાં રાત્ર રોકાઈ શકાય તેની કોઈ વ્યવસ્થા નથી માટે તમારા સાથે પુરતો સામાન લઈને જવુ વધારે યોગ્ય રહેશે.

આ ઉપરાંત પણ ગુજરાતમાં અને અમદાવાદની આસપાસ અનેક જગ્યાઓ છે કે જ્યાં લોકો ફરવા જતા હોય છે. અમદાવાદથી 30 કિમી દૂર થોળ પણ આવેલું છે જે લોકોને વધારે પસંદ આવ છે અને સહેલાણીઓની ભીડ ત્યાં પણ જોવા મળે છે.