Site icon Revoi.in

રાજકોટમાં કોરોનાના કેસ વધતા ડોર ટુ ડોર સર્વે થશે, તંત્રનો નિર્ણય

Social Share

રાજકોટ: ગુજરાતમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વિકટ બની છે. આ અંગે મહાનગરપાલિકા દ્રારા યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. અને ડોર ટુ ડોર સર્વે ચાલી રહ્યો છે. જેમાં, અંદાજે 70 ટકા ડોર ટુ ડોર સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે. ડોર ટુ ડોર સર્વેમાં ફ્લૂ કીટસ આપવામાં આવે છે. તેમજ કોરોના ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે. ત્યારે રાજકોટ શ્હેરમાં રેડ ઝોનમાં કેસો વધતાં ફરી રેડ ઝોનથી 10 દિવસ માટે ડોર ટુ ડોર સર્વે કરાશે.

આ ઉપરાંત 27 તારીખે મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાશે જેમાં, બીજો ડોઝ બાકી હોય તેઓને બીજો ડોઝ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસના કેસ અત્યારે રાજકોટ શહેરમાં પણ વધી રહ્યા છે અને તેના કારણે ત્યાંના સ્થાનિક લોકોમાં પણ ચિંતામાં છે. લોકો દ્વારા સતર્કતા તો રાખવામાં આવે છે પરંતુ સાથે સાથે કેટલાક લોકોની બેદરકારી પણ જોવા મળી રહી છે. કેટલાક લોકો દ્વારા વેક્સિન લેવામાં આવી નથી અને તે લોકોને પણ વેક્સિન મળે તે માટે તંત્ર કામ કરી રહ્યું છે.

લોકોને શહેરના તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે લોકોએ સતર્ક રહેવું જોઈએ અને શક્ય હોય તો બહાર નીકળવાનું ટાળવું જોઈએ. દેશમાં ભલે કોરોનાવાયરસના કેસમાં વધારો અને ઘટાડો જોવા મળતો હોય પણ હજૂ પણ કોરોનાવાયરસ મહામારી દેશમાંથી ગઈ નથી અને તેથી લોકોએ સલામત અને સતર્ક રહેવું જરૂરી છે.