Site icon Revoi.in

રાજ્યમાં બેવડી ઋતુ અનુભવઃ અમદાવાદમાં ઠંડીનો પારો 18 ડિગ્રી પહોંચ્યો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ હવે શિયાળો ધીમે-ધીમે જામી રહ્યો છે, પરંતુ હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. વહેલી સવાર અને રાતના ઠંડી અને બપોરના સમયે ગરમી પડી રહી છે. જો કે, આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની શકયતા છે. દરમિયાન અમદાવાદમાં 18 ડિગ્રી ઉપર ઠંડીનો પારો પહોંચ્યો હતો.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર ડીસામાં 20.7, વલ્લભવિદ્યાનગરમાં 19.4, વડોદરામાં 19.4, સુરતમાં 22.2, વલસાડમાં 19, ભુજમાં 21.4, નલિયામાં 21.2, કંડલા પોર્ટમાં 21.8, કંડલા એરપોર્ટ ખાતે 20.4, ભાવનગરમાં 22.2, દ્વારકામાં 26.7, ઓખામાં 25.4, પોરબંદરમાં 19.4, રાજકોટમાં 123, વેરાવળમાં 22.1, સુરેન્દ્રનગરમાં 22.4, મહુવામાં 19.3 અન  કેશોદમાં 19.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવે, ધીમે ધીમે શિયાળાની ઋતુની શરૂઆત સાથે દિવસનું તાપમાન ઘટતું જશે તેમજ રાત્રિના સમયે ઠંડીમાં ક્રમશઃ વધારો નોંધાશે.

(PHOTO-FILE)