Site icon Revoi.in

જમ્મુઃ આંતરરાષ્ટ્રીય સરહદ પાસે મોડી રાતે ફરી જોવા મળ્યું ડ્રોન, બીએસએફ એ ફાયરિંગ કરતા પાકિસ્તાન તરફ પરત ફર્યું

Social Share

શ્રીનગરઃ-  કેન્દ્રસાશિત પ્રદેશ જમ્મુ કાશ્મીર એક એવો વિસ્તાર છે કે જ્યા પાકિસ્તાનની નાપાક નજર કાયમ માટે રહેતી હોય છે, અવાર નવાર પ્રદેશની શાંતિ ભંગ થાય તેવી નાપાક હરકતો પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી રહેતી હોય છે , જો કે, સેનાના જવાનો આતંકીઓને તેના નાપાક ઈરાદામાં નિષ્ફળ કરવા સતત પ્રયત્નશીલ રહેતા હોય છે અને મોટે ભાગે તેઓ સફળતા પણ મેળવે છે, ત્યારે ફરી એક વખત પાકિસ્તાન તરફથી ડ્રોન મોકલવામાં આવ્યું  હોવાના એહવાલ સામે આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે બોર્ડર સિક્યુરિટી ફોર્સને મંગળવારે મોડી રાતે જમ્મુના અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર એક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું હતું . બીએસએફ જવાનોએ આ ડ્રોન પર સતત ફાયરિંગ કરવાનું શરું કર્યું હતું, ત્યારબાદ આ ડ્રોન ગાયબ થઈ ગયું હતું. માહિતી મુજબ આ ડ્રોનનું સંચાલન પાકિસ્તાનથી કરવામાં આવી રહ્યું હતું અને ફાયરિંગ બાદ યુએવી ફરી પાકિસ્તા તરફ પાછુ ફરતું જોવા મળ્યું હતું.

બીએસએફએ આ મામલે એક  નિવેદન પણ જારી કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ’13 અને 14 જુલાઈની મધરાત્રીએ જવાનોએ રનિયા સેક્ટરમાં રાત્રે 9 વાગ્યેને 52 મિનિટે લાલ રંગની ચમકતી લાઇટ જોઈ હતી. સતર્ક સૈનિકોએ તેમની જગ્યાએથી  જ તરત જ રેડ ચમકતી લાઈટ પર ફાયરિંગ કરવાનું સતત શરુ કર્યું હતું, જેના કારણે ડ્રોન પાછુ વળી ગયુ હતુ. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારની તલાશી લેવામાં આવી હતી. જોકે, હજી સુધી કંઈ શંકાસ્પદ વસ્તુ કે કંઈ મળવા પામ્યું નથી.

ઉલ્લેખનીય છે વિતેલા મહિનાની એન્ડમાં પાકિસ્તાની આતંકી સંગઠનોએ જમ્મુ એરફઓર્સ સ્ટેશન પર ડ્રોનના માધ્યમથી હુમલો કર્યો હતો, આ ઘટનામાં બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતા ,જે દેશમાં ડ્રોન દ્રારા કરવામાં આવેલો પહેલો  વિસ્ફોટ હતો, તેની તીવ્રતા ઓછી હોવાથી કોઈની જાનને નુકશાન નહોતું થયું, ત્યારે હવે આ ડ્રોનની ઘટનાઓને પાકિસ્તાન વધુ અંજામ આપી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.

જમ્મુ એરફોર્સમાં આ ડ્રોન હુમલા બાદ સામ્બા, રામબન અને બર્મુલામાં ડ્રોન અથવા અન્ય કોઇ યુએવીના કબજા અને વેચાણ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો.