Site icon Revoi.in

દેશમાં ભાજપના શાસનમાં આક્રમણકારોની એક-બે નહીં અનેક ઓળખ દૂર કરાઈ

Social Share

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તા સંભાળ્યા બાદ આક્રમણખોરો અને ગુલામીની નિશાનો દૂર કરવાની શરાત કરી હતી. અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા ગુલામીની ઓળખ ગણાતા સ્થળોની કાયાબદલી નાખવામાં આવી છે. ગઈકાલે જ રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં ઈન્ડિયા ગેટ ખાતે નેતા સુભાષચંદ્રજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર દેશના ભાજપ શાસિત રાજ્યોમાં મુગલો અને અંગ્રેજોની ઓળખ દુર કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશમાં સીએમ યોગીએ ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કર્યા બાદ અનેક શહેરોના નામ અને સ્થળોના નામ બદલવામાં આવ્યાં હતા. એટલું જ નહીં વિવિધ યોજનાઓના નામ પણ બદલી નાખવામાં આવ્યાં છે.

વર્ષ 2014માં કેન્દ્રમાં પીએમ મોદીના શાસન બાદ અનેક ગુલામીની નિશાનીઓ દૂર કરવામાં આવી છે. આ ઉપરાંત 2014થી અત્યાર સુધીમાં અંગ્રેજોએ બનાવેલા 15 હજાર જેટલા કાયદા ખતમ કરાયા કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત અનેક નિયમો પણ રદ કરવામાં આવ્યાં છે. હજુ આગામી દિવસોમાં ગુલામીના અન્ય નિશાનોને પણ દૂર કરવામાં આવશે.