Site icon Revoi.in

જૂનાગઢના ગીરમાં ભૂકંપનો આંચકોઃ ભેદી બ્લાસ્ટથી લોકોમાં ભય

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. દરમિયાન જૂનાગઢના ગીર વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ ઉપરાંત લોકોને ભેદૂ બ્લાસ્ટ સંભળાતા લોકોમાં ભય ફેલાયો હતો અને ઘરની બહાર દોડી ગયા હતા.

જૂનાગઢના ગીરમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જલંઘર, લાડુડી, દેવગામ, કાત્રાસા સહિતના ગામોમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. તેમજ ભેદી બ્લાસ્ટ સંભળાતા લોકો ભયભીત થઈ ગયા હતા. સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. પરંતુ ગીરમાં ભેદી બ્લાસ્ટના પગલે વૈજ્ઞાનિકો પણ ચોંકી ઉઠ્યાં છે. વર્ષ 2001માં ગુજરાતમાં આવેલા ભૂકંપ બાદ રાજ્યમાં અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. રાજ્યની પ્રજા હજુ વર્ષ 2001ના ભૂકંપને ભૂલ્યાં નથી. આ ભૂકંપની સૌથી વધારે અસર કચ્છમાં થઈ હતી.