Site icon Revoi.in

પૂર્વોતર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા, આસામ-મણિપુર અને મેધાયલની ધરતી ધણધણી ઉઠી

Social Share

ગુવાહાટી : પૂર્વોતર ભારતના અલગ-અલગ ભાગોમાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર 4.1, 3.0 અને 2.6 ની તીવ્રતાના ભૂકંપથી અનુક્રમે સોનિતપુર (આસામ), ચંદેલ (મણિપુર), પશ્ચિમ ખાસી હિલ્સ (મેઘાલય) ની ધરતી હચમચી ઉઠી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ભૂકંપના આ આંચકાઓને કારણે હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનની જાણ થઈ નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ ભૂકંપના આંચકા પશ્ચિમ ખાસી હિલ્સ (મેઘાલય) માં સવારે 4.20 વાગ્યે અનુભવાયા હતા. અહીં ભૂકંપની સૌથી ઓછી તીવ્રતા 2.6 માપવામાં આવી હતી. સોનિતપુર (આસામ) માં સવારે 2.40 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જ્યાં તીવ્રતા 4.1 નોંધાઇ હતી, જે ત્રણેય રાજ્યોમાં સૌથી વધુ છે.તો, ચંદેલ (મણિપુર) માં રાત્રે 1.06 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.અહીં તીવ્રતા 3.0. માપવામાં આવી છે.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.