Site icon Revoi.in

દક્ષિણ ગુજરાતના તાપીમાં ભૂકંપનો આંચકો, 20 કિમીના વિસ્તારમાં ધરા ધ્રુજી

Social Share

અમદાવાદઃ તૂર્કિ અને સિરિયામાં આવેલા ગોઝારા ભૂકંપમાં હાલ બચાવકામગીરી ચાલી રહી છે, તેમજ તાજેતરમાં જ કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તાજેતરમાં ભૂકંપનો આચંકો આવ્યો હતો. દરમિયાન દક્ષિણ ગુજરાતના તાપીમાં આજે ફરીથી ધરા ધ્રુજતા લોકોમાં ભય ફેલાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 2.3ની તીવ્રતા નોંધાઈ હતી. ISR ગાંધીનગર દ્વારા ભૂકંપની પુષ્ટિ કરવામાં આવી છે. ઉકાઈના 20 કિલોમીટર એરિયામાં ભૂકંપનો આંચકો આવ્યો છે. ભૂકંપના આંચકાથી લોકોમાં ભય ફેલાયો હતો. જો કે, સદનસીબે આ આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.

ગુજરાતમાં વર્ષ 2002માં કચ્છમાં આવેલા ગોઝારા ભૂકંપમાં અનેક લોકોના મોત થયાં હતા. કચ્છમાં આવેલા ભૂકંપને પગલે અમદાવાદ સહિત રાજ્યભરમાં ધરતી ધ્રુજી હતી. દરમિયાન તાજેતરમાં જ સિરિયા અને તૂર્કીમાં આવેલા ભૂકંપને કારણે 25 હજારથી વધારે લોકોના મોત થયાં છે. તુર્કીમાં આવેલા ભૂકંપને પગલે વર્ષ 2002ના કચ્છના ભૂકંપની યાદ તાજી થઈ હતી. સુરતમાં તાજેતરમાં જ ધરતીકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 નોંધાઈ હતી, તો સુરતથી 27 કિમી દૂર દરિયામાં કેન્દ્ર બિંદુ નોંધાયુ હતુ. દરમિયાન તાપીમાં ભૂકંપ આવ્યો હતો. જેથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

કચ્છમાં છેલ્લા 20 વર્ષથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. કચ્છ યૂનિવર્સિટીના સંશોધન મુજબ આ પાછળનું મુખ્ય કારણ એ છે કે, કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન આવેલી છે. જેમાંથી વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે. આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે 2001ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ આવે છે.