Site icon Revoi.in

મહારાષ્ટ્રના નાસિકમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ

Social Share

મુંબઈ:મહારાષ્ટ્રના નાસિકમાં બુધવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપ સવારે 4.04 કલાકે આવ્યો હતો.ભૂકંપની તીવ્રતા 3.6 હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 5 કિમી અંદર હતું.જોકે આવેલા ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાન થયાને સમાચાર સામે આવ્યા નથી.

આ પહેલા મંગળવારે લદ્દાખના લેહ અને કારગીલમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 હતી. ભૂકંપનું કેન્દ્ર કારગિલથી 191 કિમી ઉત્તરમાં હતું.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાની થઈ રહી નથી. અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.