Site icon Revoi.in

ગરમીમાં આટલા શાકભાજીનું કરો સેવન જે તમારા સ્વાસ્થ્યને કરે છે ફાયદો,

Social Share

ઉનાળામાં ખાસ કરીને ગરમીમાં શરીરમાં અનેક સમસ્યાો થાય છે જેથી ખાણી પીણી પર ખાસ ધ્યાન આપવું જોઈએ, આજે વાત કરીશું કેટલાક ેવા શાકભાજીની જે ઉનાળામાં ખાવાથી આરોગ્યને ઘણો ફાયદો થાય છે,જેમાં ખાક લીબું ,દૂધી ,કારેલા જેવા શાકભઆજી શરીરને પુરતા પ્રમાણે પોષક તત્વો પુરા પાડે છે સાથે જ કારગાર ગરમીથી પણ રક્ષણ આપે છે.

લીંબુ- લીબું એ એનર્જીનો ભરપુર સ્ત્રોત છે ઉનાળામાં લીબું પાણી પીવાથી શરીરમાં ભરપુર એનર્જી રહે છે, લૂથી બચી શકાય છે આ સાથે જ બોડી ડિહાઈટ્રેડ થતા બચે છે,વિટામીન સીની માત્રા હોવાથી તે આરોગ્ય માટે ખૂબ ગુણકારી છે.

કોળું- સામાન્ય રીતે તેને કદ્દુ પણ કહેવામાં આવે છે તેનો ઉપયોગ સૂપથી માંડીને શાકભાજીમાં કરવામાં આવે છે. તેમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કોળુ વિટામિન એ, સી, ઇ, વિટામિન બી સંકુલ અને આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા ખનિજોનો સારો સ્રોત છે.

દુધીઃ- દુધી માર્કેટમાં સરળતાથી મળે છે, તેમાં ઔષધીય ગુણધર્મોથી ભરપુર એક શાકભાજી છે, જેમાં ફાઇબર, આયર્ન, જસત, મેગ્નેશિયમ વિટામિન સમાયેલા હોય છે. તેના સેવનથી પાચક શક્તિને મજબૂત બને છે, અને હાઈ બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે, અનિદ્રાને દૂર કરે છે, ત્વચાને સ્વસ્થ બનાવે છે અને હૃદયને સ્વસ્થ પણ રાખે છે.

કારેલાઃ- કારેલા અનેક ગુણોથી ભરપુર હોય છે, જોકે તેનો સ્વાદ કડવો છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તે તેના સ્વાસ્થ્યના લાભને લઈને વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમાં બળતરા વિરોધી, એન્ટિ-ફંગલ, એન્ટી બાયોટીક, એન્ટિ-એલર્જિક અને એન્ટી વાયરલ ગુણ છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં આવે છે

કેપ્સિકમ મરચાઃ- તે એક પૌષ્ટિક શાકભાજી છે. તેનો ઉપયોગ ઘણી વાનગીઓમાં થાય છે. તેમાં વિટામિન-સી, ફાઇબર, મિનરલ્સ અને એન્ટી ઓક્સિડેન્ટ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે માત્ર વજન ઘટાડવામાં મદદગાર નથી, પરંતુ તેમાં ગુણધર્મો પણ છે જે પાચનની સમસ્યાઓ દૂર કરે છે

ટામેટાઃ- સામાન્ય રીતે ટામેટાં બધાજ શાકભાજીમાં નાખવામાં આવે છે, તેને પોષણનો પાવરહાઉસ કહેવામાં આવે છે. જો તમે તેને તમારા દૈનિક આહારમાં શામેલ કરો છો, જેમાં તમને વધુ આરોગ્ય લાભ મળી શકે છે. તે વિટામિન એ, સી, કે અને પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા ખનિજોથી સમૃદ્ધ છે. મર્યાદિત માત્રામાં તેનું સેવન કરવાથી હાડકાંને હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં, પેટનું ફૂલવું અને અનિદ્રા દૂર થાય છે અને વજન ઓછું થાય છે.