Site icon Revoi.in

શિયાળામાં રોજ ખાવ કોથમીર,શરીરને થશે આ ફાયદા

Social Share

કોથમીર એ શાકમાં ઉમેરવામાં આવતું તત્વ છે, જે ફક્ત તમારા ભોજનનો સ્વાદ જ વધારતું નથી. આ સાથે તમારા શરીરને ઘણા પૌષ્ટિક તત્વો પણ પ્રદાન કરેછે.

આમ તો આપણે ધાણાનો ઉપયોગ પાવડર, બીજ અથવા પાંદડાના રૂપમાં કરીએ છીએ. જો કે, મોટાભાગે કોથમીરના લીલા પાનનો ઉપયોગ કરવામાં આવે છે. શાક બન્યા પછી, જ્યારે કોથમીરને કાપીને તેના પર છાંટવામાં આવે છે, તો તેનો સ્વાદ અદ્ભુત બની જાય છે.

કોથમીરના પાંદડામાં એવા તત્વો હોય છે, જે શરીરને તમામ પોષક તત્વો પ્રદાન કરે છે.તો ચાલો જાણીએ કોથમીર ખાવાથી શું ફાયદા થાય છે

કોથમીર ખાવાના ફાયદા 

કોથમીરમાં વિટામિન સી, મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામિન એ અને પોટેશિયમ જેવા પૌષ્ટિક તત્વો મળી આવે છે.

કોથમીરમાં વિટામીન A ભરપૂર માત્રામાં જોવા મળે છે. શિયાળામાં તેના નિયમિત સેવનથી આંખોની રોશની વધે છે અને દુખાવાની ફરિયાદ પણ દૂર થાય છે.

કોથમીરમાં વિટામીન સી પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ શિયાળામાં વાયરસના હુમલા સામે રક્ષણ મેળવવાનું પણ સરળ બનાવે છે. આંખોની શક્તિ મજબૂત થાય છે.

કોથમીર પાચનતંત્રની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના નિયમિત સેવનથી કબજિયાત અને ઝાડા જેવી સમસ્યાઓ દૂર રહે છે.

કોથમીર ડાયાબિટીસને કંટ્રોલ કરવા અને ત્વચાને સ્વસ્થ બનાવવામાં ખૂબ જ ફાયદાકારક છે.

Exit mobile version