Site icon Revoi.in

શિયાળામાં શિંગોડા બાફીને ખાવાથી અનેક પ્રકારના દુખાવામાં રાહત થાય છે, જાણો તેના સેવનથી થતા બીજા ફાયદા

Social Share

શિયાળો આવતાની સાથે જ અનેક  ઔષધિગુણોથી ભરપુરપ ખોરાક ખાવામાં આવે છે ખાસ કરીને ડ્રાયફ્રૂટ જેવી વસ્તુઓ તથા ફળો આરોગ્યને ઘણો ફાયદો કરે છે, આમાના એક છે શિગોંડા જે કેલ્શિયમથી ભરપૂર હોય છે  જેને ખાવાથઈ શરીરના અનેક પ્રકારના દુખાવાઓ દૂર થાય છે. આ સાથએ જ શિંગોડા ગુણોની ખાણ છે. તે તમને ઘણી બીમારીઓથી બચાવે છે. તમે તેના ફાયદા પણ જાણો છો.

ખાસ કરીને  અસ્થમાના દર્દીઓ માટે શિંગોજાનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. નિયમિતપણે પાણીનું સેવન  કરવાથી  શ્વાસની સમસ્યામાં પણ રાહત મળે છે. શિંગોડા ખાવાથી આ સિવાય જો શરીરમાં કોઈ જગ્યાએ દુખાવો કે સોજો હોય તો તેની પેસ્ટ બનાવીને લગાવવાથી ઘણો ફાયદો થાય છે. તેમાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

શિંગોડા ખાવાથી હાડકા અને દાંત બંને મજબૂત રહે છે. તે આંખો માટે પણ ફાયદાકારક છે.  સગર્ભાવસ્થા દરમિયાન તેને ખાવાથી માતા અને બાળક બંને સ્વસ્થ રહે છે. આ કસુવાવડનું જોખમ પણ ઘટાડે છે. આ સિવાય પાપીરિયડ્સની સમસ્યા પણ દૂર થાય છે.

શિંગોડાના સેવનથી લોહી સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. તેની સાથે જ પેશાબ સંબંધી રોગોના ઈલાજમાંખૂબ જ ફાયદાકારક છે. ડાયેરિયાના કિસ્સામાં પણ શિંગોડા એ રામબાણ ઉપાય છે તે શરીરને એનર્જી આપે છે, તેથી તેને ફાસ્ટિંગ ફૂડમાં સામેલ કરવામાં આવે છે. તેમાં આયોડિન પણ જોવા મળે છે, જે ગળાના રોગો સામે રક્ષણ આપે છે અને થાઇરોઇડ ગ્રંથિને સરળતાથી કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

Exit mobile version