Site icon Revoi.in

કોઠા ખાવા પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, બ્લડપ્રેશરના દર્દીઓ માટે કારગાર સાબિત થાય છે કોઠા

Social Share

સામાન્ય રીતે કોઠા આપણે સો કોઈ જાણીએ છે જે એક બહારથી કઠણ ફળ છે જેની અંદર ખાટ્ટો માવો હોય ચે,જો કે આ સામાન્ય દેખાતા કોઠા આપણા સ્વાસ્થય ને ઘણી રીતે ફાયદો કરે છે ખાસ કરીને જે લોકો બ્લડ પ્રેશરના દર્દીઓ છે તેમના માટે કોઠાનું સેવન ખૂબ જ ઉત્તમ ગણવામાં આવે છે.

કોઠાને અંગ્રેજીમાં વુડ એપ્પલ કહેવામાં આવે છે, કોઠાં એવું જ એક ફળ છે જેનું ઝાડ વધારે મહેનત કરાવ્યા વગર આપ મેળે ફલીત થાય છે. કોઠાંના કાચા ફળમાં પાકા ફળની સરખામણીમાં વિટામિન સી અને અન્ય ફ્રૂટ એસિડની માત્રા વધારે હોય છે. તેના બીજમાં પ્રોટીન વધારે માત્રામાં હોય છે. તેના બીજમાં દરેક જરૂરી મિનરલ્સ મળી આવે છે. તેના ગરભમાં કાર્બોહાઇડ્રેટ અને ફાઈબર હોય છે. વિટામિન સી સહીત આયરન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને ઝીંક પણ તેમાં મળી આવે છે. 

જાણો કોઠામાં રહેલા ઓષધિગુણો